Monday, 28 May 2012


KBC 6 Registration 2012 Information. 


 Kaun Banega Crorepati season 6 registration started from 28 May and auditions will start from 26 June 2012. Amitabh bachchan confirmed that he remained host in KBC. Show will be air on August month but official date not confirmed.
The KBC6 : 2011 Sony TV Game Show | Watch Episode Questions, Videos, Photos, and Gossips of Contestants with Amitabh Bachchan| Visit scholarsclub.co.in | Episode will Start from 6th of August 2012.


KBC6 Question Of the Day, 28 May 2012
Q. What unique record did Sachin Tendulkar achieved in March 2012?
options are
A. 100 International century
B. Double Century in T20
C. 6 Sixes in an over in test
D. 400 Runs in a test inning
Right Answer: A. 100 International century

KBC6 Question Of the Day, 29 May 2012
29may kbc6question KBC 6 Registration 2012 Online Started
As we expected that season 6 registration could be start from 2012 summer, that is now confirmed.  You will be happy to  know that shooting kbc6 registration 2012 KBC 6 Registration 2012 Online Startedpromo starts in May month as tweeted by Amitabh Bachchan. Registration started from 28 May, 9 pm.
Registration details given below in images, you can find auditions dates and zones according to your location.
KBC6 Registration Process and FAQ
kbc6 faq7 20121 KBC 6 Registration 2012 Online Started
kbc6 faq6 20121 KBC 6 Registration 2012 Online Started
KBC Audition date, venue and cities. Round one list
Round one auditions start from 26 June to 11 July.
Cities covered
Lucknow, Bhubhaneshwar on 26 june
Mumbai, Kolkata on 29 June
Raipur, Patna 2nd July
Nagpur, Delhi 5th july
Kolhapur, Jaipur 8th july
Ahmadabad, Amritsar 11th july
kbc6 audition date list 2012 KBC 6 Registration 2012 Online Started
Read terms and conditions before apply to KBC.  Don’t forget to share this post on Facebook.

Sunday, 27 May 2012

AJAB DESH KI GAJAB KAHANI:


1.         We live in a nation where Rice is Rs.40/- per kg and SIM Card is free.
2.         Pizza reaches home faster than Ambulance and Police.
3.         Car loan @ 5% but education loan @ 12%.
4.         Students with 45% get in elite institutions thru quota system and those with 90% get out because of merit.
5.         Where a millionaire can buy a cricket team instead of donating the money to any charity. 2 IPL teams are auctioned at 3300 crores and we are still a poor country where people starve for 2 square meals per day.
6.         Where the footwear, we wear, are sold in AC showrooms, but vegetables, that we eat, are sold on the footpath.
7.         Where everybody wants to be famous but nobody wants to follow the path to be famous.
8.         Assembly complex buildings are getting ready within one year while public transport bridges alone take several years to be completed.
9.         Where we make lemon juices with artificial flavors and dish wash liquids with real lemon. Think about it!
10.       If you cross the North Korean border illegally, you get - 12 years hard labor in an isolated prison

If you cross the Iranian border illegally, you get - detained indefinitely If you cross the Afghan border illegally, you get – shot If you cross the Saudi Arabian border illegally, you get – jailed If you cross the Chinese border illegally, you get - kidnapped and may be never heard of again If you cross the Venezuelan border illegally, you get - branded as a spy and your fate sealed If you cross the Cuban border illegally, you get - thrown into a political prison to rot If you cross the British border illegally, you get - arrested, prosecuted, sent to prison and be deported after serving your sentence Now, if you were to cross the Indian border illegally, you get -
a.       A ration card
b.      A passport (even more than one -if you please!)
c.       A driver's license
d.      A voter identity card
e.      Credit cards
f.        A Haj subsidy
g.       Job reservation
h.      Special privileges for minorities
i.         Government housing on subsidized rent
j.        Loan to buy a house
k.       Free education
l.         Free health care
m.    A lobbyist in New Delhi, with a bunch of media morons and a bigger bunch of human rights activists promoting your cause
n.      The right to talk about secularism, which you have not heard about in your own country!
o.      And of course, voting rights to elect corrupt politicians who will promote your community for their selfish interest in securing your votes!!!
p.      And right to fight election for MLA or MP

Hats off to the….

A.        Corrupt and communal Indian politicians
B.        The inefficient and corrupt Indian police force
C.        The silly pseudo-secularists in India, who promote traitors staying here
D.        The amazingly lenient Indian courts and legal system. That's why people like Afzal Guru are still alive, same will happen with Kasab.
E.         We self centered Indian citizens, who are not bothered about the dangers to our own country.
F.         The illogically brainless human-rights activists, who think that terrorists deserve to be dealt with by archaic laws meant for an era, when human beings were human beings.



INCREDIBLE INDIA!

PLEASE SHARE YOUR COMMENTS.....

Saturday, 26 May 2012


વાળવૃદ્ધિનો એક અદ્દભુત પ્રયોગ – રતિલાલ બોરીસાગર

[ ‘ગુજરાત’ દીપોત્સવી અંકમાંથી સાભાર.]
ભારતીય સંસ્કૃતિના મહાન ગ્રંથ ‘રામાયણ’માં એવું આવે છે કે દશરથ રાજાએ એક વાર અરીસામાં જોયું અને એક સફેદ વાળ નજરે પડ્યો. રાજાએ તરત નિર્ણય કર્યો કે હવે જ્યેષ્ઠ પુત્ર રામને અયોધ્યાની ગાદી સોંપીને પોતે રિટાયર થઈ જવું જોઈએ. મેં અરીસામાં પહેલીવહેલી વાર એકી સાથે અનેક વાળ સફેદ થતા જોયા ત્યારે મારે રિટાયર થવાને તો ઘણીવાર હતી અને હું કોઈ એવા મહાન કુટુંબમાં જન્મ્યો નહોતો કે સફેદ વાળ જોઈ રિટાયર થઈ જાઉં ને મારા પુત્રને મારી ખુરશી પર બેસાડી દઉં !
પ્રભુએ જ્યારે મારું નિર્માણ કર્યું ત્યારે સૌંદર્યની સામગ્રી વાપરવામાં એમણે સારી પેઠે કરકસર કરી હશે એવું બીજાઓને જ નહીં મને પણ ઘણીવાર લાગ્યું છે, પણ પછી પ્રભુને પસ્તાવો થયો હોય કે ગમે તેમ પણ મને પ્રભુએ સુંદર લાંબા કાળા વાળ આપ્યા ને એ રીતે ચહેરાની અસુંદરતા સરભર કરી આપી હતી. પરંતુ ચહેરાની અસુંદરતા આજ સુધી ટકી છે ને જીવનના અંત સુધી ટકી રહેશે, પણ વાળ ધીરેધીરે ઓછા, આછા ને સફેદ થતા રહ્યા. કોઈ અબજોપતિ માણસ ધીરે ધીરે ગરીબ થવા માંડે એવી મારી સ્થિતિ થઈ છે. વર્ષો સુધી જ્યાં નિવાસ કર્યો એવા મારા માથાને છોડતાં વાળને શું થયું હશે તે હું કહી શકતો નથી, પણ વાળની વિદાય મારા માટે વહલાની વિદાય જેટલી જ વસમી થઈ પડી છે.
દરરોજ માથામાં તેલ નાખતાં પહેલાં હું મારા વાળનું નિરીક્ષણ કરવા માંડ્યો. ‘વાળ’ એ ‘અકાઉન્ટેબલ’ (ગણી ન શકાય તેવી) સંજ્ઞા છે, પરંતુ મને લાગ્યું કે મારા વાળ વ્યાકરણ સામે બળવો કરીને ‘કાઉન્ટેબલ’ (ગણી શકાય તેવી) સંજ્ઞા બનવા કૃતનિશ્ચય છે. ‘વાળવિષાદયોગ’ના દિવસોમાં પૉઝિટિવ થિંકિંગનું એક પુસ્તક મારા હાથમાં આવ્યું. રસ્કિનના પુસ્તક ‘અન ટુ ધીસ લાસ્ટ’ની જાદુઈ અસર ગાંધીજી પર થઈ હતી એવી આ પુસ્તકની જાદુઈ અસર મારા પર થઈ. (અહીં તુલના બે પુસ્તકો વચ્ચે છે, મારી અને ગાંધીજી વચ્ચે નથી એની સુજ્ઞ વાચકોએ નોંધ લેવી.) વાળની વસમી વિદાય અંગે જીવ બાળવા કરતાં મિશ્ર સરકારના વડા પોતાની સાથે હોય એમાંથી કોઈ જતું ન રહે એની કાળજી રાખે છે, એ રીતે મારા માથા પરના શેષવાળમાંથી હવે ઓછા ન થાય એની કાળજી લેવાનો અને સાથે સાથે જતા રહેલા વાળ પાછા આવી, ફરી મારા માથાને શોભાવે એ માટે પણ પુરુષાર્થ કરવાનો મેં નિશ્ચય કર્યો. આ પુરુષાર્થ માટે જે કંઈ અર્થવ્યય કરવો કે તે કરવા પણ હું તૈયાર થયો.
‘તમે સારું આયુર્વેદિક તેલ વાપરો.’ એક મિત્રે મને સલાહ આપી. (જો કે એ મિત્ર માથા પર વિગ પહેરે છે.) મિત્રની સલાહ સ્વીકારી આયુર્વેદિક દવાઓની દુકાને ગયો. કાઉન્ટર પર એક યુવાન બેઠો હતો. યુવાનના માથા પર ટાલ ઝગમગી રહી હતી. યુવાનની ટાલ જોઈ મારો ઉત્સાહ થોડો મંદ તો પડી ગયો, છતાં ‘પૉઝિટિવ થિંકિંગ’નો અભિગમ જાગ્રત કરી મેં એ કેશવિહીન યુવાનને કહ્યું, ‘માથામાં નાખવાનું સારું તેલ છે ?’
‘છે.’ યુવાને એકાક્ષરી જવાબ આપ્યો.
‘શો ભાવ છે ?’
‘કાકા, કોને માટે તેલ જોઈએ છે ?’
‘કેમ ? સીનિયર સિટિઝનો માટે કોઈ સ્પેશિયલ પ્રકારનું તેલ આવે છે ?’ મેં પૂછ્યું.
‘એવું તો નથી, પણ તમારી વાત પરથી લાગે છે કે તમારે તમારા માટે જ તેલ જોઈએ છે.’
‘હા, મારે મારા માટે જ તેલ જોઈએ છે.’
‘કાકા, હું તો તમારાથી ઘણો નાનો છું એટલે મારાથી તમને સલાહ ન અપાય; પણ કાકા, આ ઉંમરે તમારે એક હજાર રૂપિયાની બોટલવાળું તેલ વાપરવાની શી જરૂર છે ? માથા પર પચાસ વાળ રહ્યા કે પચ્ચીસ રહ્યા, અરે સાવ ન રહ્યા તોય શો ફેર પડે છે ? મને તો ત્રીસ વર્ષ જ થયા છે; આ મારી પોતાની દુકાન છે ને તોય હું આવું મોંઘું તેલ વાપરતો નથી- માથા પર ટાલ પડી ગઈ છે તોય.’ મને લાગ્યું કે આ યુવાન કોઈ યોગભ્રષ્ટ આત્મા છે ને હરિદ્વાર કે હૃષિકેશના કોઈ આશ્રમમાં હોવાને બદલે અહીં મહાનગરમાં વસી રહ્યો છે. એની સલાહ ખોટી નહોતી છતાં હું તો તેલ ખરીદવા કૃતસંકલ્પ હતો એટલે મેં કહ્યું, ‘તમારી સલાહ માટે આભાર; પણ મારે તેલ જોઈએ જ છે.’ સદભાગ્યે મારી પાસે પંદરસો રૂપિયા હતા. એમાંથી મેં એને પાંચસો-પાંચસોની બે નોટ આપી અને યુવાને કચવાતે જીવે (મને એવું લાગ્યું) મને તેલ આપ્યું. યુવાને મને સલાહ આપી તો એનું ઋણ ફેડવા માટે મારે પણ એને થોડી સલાહો આપવી જોઈએ એવી ભાવનાથી પ્રેરાઈ મેં પણ ‘આ રીતે તેલ ખરીદવા માટે આવેલા ગ્રાહકને પ્રોત્સાહિત કરવાને બદલે હતોત્સાહ કરતા રહેશો તો દુકાન બંધ કરવાનો વખત આવશે.’ એવી થોડી સલાહો આપી.
તેલ ખરીદીને હું ઘરે આવ્યો. હું અકબર બાદશાહ કે સમ્રાટ અશોક હોત તો મેં માથાના વાળ વધારે ને કાળા કરે એવા તેલના હોજ બનાવડાવ્યા હોત; પણ આજની સ્થિતિમાં તો હજાર રૂપિયાનું તેલ ખરીદવાનું પણ મારા ખિસ્સાને કોઈ રીતે પરવડે એમ નહોતું. વાળ વધે કે ન વધે, આ મહિને દેવું તો ચોક્કસ વધવાનું હતું. આ ખર્ચનું એડજેસ્ટમેન્ટ કરવાની ચિંતામાં થોડા વધુ વાળ ખરી જાય એ પણ તદ્દ્ન અસંભવિત હતું. આ બોટલ પાછી આપવા જાઉં તો પેલો ભલો યુવાન ચોક્કસ પાછી રાખી લે, પણ એમ કરતાં મને સંકોચ થયો. ઘરે આવ્યો ત્યારે સદભાગ્યે જીવનસખી ઘરે નહોતી. એની એક સખીને ત્યાં મિત્રમંડળની બેઠક હતી એમાં જવાને કારણે છેક સાંજે આવશે એવા નિર્દેશવાળી એની ચિઠ્ઠી ટેબલ પર હતી. આ ચિઠ્ઠી વાંચી મને થોડી નિરાંત થઈ. સાંજ સુધીમાં તો આટલું મોંઘું તેલ ખરીદવાનાં કારણો સૂઝી આવશે એમ મને લાગ્યું. આ તેલનું સિંચન થયા – ભેગું જ મગજ વધુ તેજ ગતિએ ચાલવા માંડશે એવી આશા પણ મને બંધાઈ. સામાન્ય રીતે આજનાં કામ કાલ પર ઠેલવાની મારી પ્રકૃતિ છે, પણ આ તેલનો પ્રયોગ ‘આજ આજ ભાઈ અત્યારે’ની ભાવનાથી શીઘ્રાતિશીઘ્ર આરંભવાનો મને વિચાર આવ્યો. તેલનો શીશો લઈ હું બાથરૂમમાં ગયો. જેવો માથા પર તેલનો અભિષેક કરવા અરીસામાં જોઈ મેં હાથને સહેજ વાળ્યો કે તૂટેલા કાચને કારણે એક ચકલું ફર….ર..ર…. કરતું બાથરૂમની બારીમાંથી ઘસી આવ્યું. ચકલાના ઓચિંતા પ્રવેશથી અને સ્પર્શથી મારો હાથ હલી ગયો ને અર્ધો શીશો તેલ માથા પર ઢળી ગયું. માથું આટલા મોટા પ્રમાણમાં તેલ સંઘરી શક્યું નહીં એટલે તેલના રગેડા શરીર પર ઊતર્યા. અણધારી પરિસ્થિતિ ઊભી થતાં થોડીવાર તો શું કરવું તે મને સૂઝ્યું નહીં. માથું ધોઈ નાખું તો અઢીસો-ત્રણસો રૂપિયાની કિંમત જેટલું તેલ એમ જ નિરર્થક વહી જાય – અને ન ધોઉં તો તેલથી તરબતર માથા સાથે સમય વ્યતીત કરવો પડે. આખરે માથું ધોવાનું માંડી વાળી તેલ અને વાળનો સંયોગ અખંડ રાખવાનો મેં નિર્ણય કર્યો.
શરીરે માત્ર ચડ્ડી ધારણ કરી, તેલ-નીતરતા શરીરે હું બાથરૂમની બહાર આવ્યો. વધારે પડતી વર્ષા પછી ક્યારામાં પાણી સમાય નહીં તેમ તેલ મારા અલ્પસંખ્યા વાળમાં સમાતું નહોતું. હાથથી શરીર પરનું તેલ લૂછી લૂછી હું માથા પર ચોપડવા લાગ્યો, પણ અપરિગ્રહવ્રત ધારણ કર્યું હોય તેમ મારું માથું તેલ સંઘરવાનો ઈનકાર કરવા લાગ્યું. આખરે વહી જતાં તેલને રોકવા મેં માથા પર મોટું સફેદ કપડું બાંધ્યું. કપડું બાંધી કાચમાં જોયું તો હું કોઈ પ્રખર સર્વોદય કાર્યકર જેવો શોભી રહ્યો હતો. આટલા બધા તેલને કારણે કદાચ આવતીકાલે જ મારા માથા પર જથ્થાબંધ વાળ ઊગી નીકળશે એવી આશા મને બંધાઈ ! જો કે અતિવર્ષાને કારણે વાવેલું બધું નકામું થઈ જાય છે તેમ અતિ તેલ સિંચનને કારણે મારા રહ્યા-સહ્યા વાળ પણ જતા નહીં રહે ને એવી મને બીક પણ લાગી.
મનની આવી હાલક-ડોલક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યાં ડોરબેલ વાગી. કોણ હશે એવો વિચાર કરતો બારણા પાસે ગયો. કી-હોલ દ્વારા આગંતુકનું દર્શન કરવા પ્રયાસ કર્યો, પણ આગંતુક કી-હોલની સીધી રેખામાં ઊભાં નહોતાં. અલબત્ત, પોશાક પરથી કોઈ સન્નારી છે એટલી ખબર અવશ્ય પડી. પણ તેથી મારી મૂંઝવણમાં ઉમેરો થયો. આવી સ્થિતિમાં કોઈ સન્નારી સમક્ષ ઉપસ્થિત થવાનું એક શિષ્ટ નાગરિક તરીકે મારા માટે શોભાસ્પદ નહોતું અને આંગણે આવેલા અતિથિ માટે દ્વાર ન ખોલવાનું એક ખાનદાન યજમાન તરીકે મારા માટે ઉચિત નહોતું. હું ખરે જ દ્વિધામાં મુકાયો. ત્યાં ફરી ઘંટડી રણકી – ફરી દ્વિધા – બારણું ખોલું ? કે ન ખોલું ? આખરે દ્વાર ખોલી પહેલાં ઝડપથી બાથરૂમમાં ઘૂસી જવું ને બંધ બાથરૂમમાંથી સંવાદ ચલાવો એવો વિચાર કરી મેં દ્વાર ખોલ્યાં….. ને સામે બારણું ખોલવામાં વાર લગાડવા બદલ ઠપકો આપવા તત્પર એવી જીવનસખી ઊભી હતી !

Friday, 25 May 2012


Birbal's Choice

One day Emperor Akbar asked Birbal what he would choose if he were given a choice between justice and a gold coin.
“The gold coin,” said Birbal.
Akbar was taken aback.
“You would prefer a gold coin to justice?” he asked, incredulously.
“Yes,” said Birbal.
The other courtiers were amazed by Birbal’s display of idiocy.
For years they had been trying to discredit Birbal in the emperor’s eyes but without
success and now the man had gone and done it himself!
They could not believe their good fortune.
“I would have been dismayed if even the lowliest of my servants had said this,”
continued the emperor. “But coming from you it’s. . . it’s shocking - and sad.
I did not know you were so debased!”
“One asks for what one does not have, Your Majesty!” said Birbal, quietly.
“You have seen to it that in our country justice is available to everybody.
So as justice is already available to me and as I’m always short of money
I said I would choose the gold coin.”
The emperor was so pleased with Birbal’s reply that he gave him not
one but a thousand gold coins.
________________________________________________________________________________

Birbal, The Child

Birbal arrived late for a function and the emperor was displeased.
"My child was crying and I had to placate him," explained the courtier.
"Does it take so long to calm down a child?" asked the emperor. "It appears you know nothing about child rearing. Now you pretend to be a child and I shall act as your father and I will show you how you should have dealt with your child. Go on, ask me for whatever he asked of you."
"I want a cow," said Birbal.
Akbar ordered a cow to be brought to the palace.
"I want its milk. I want its milk," said Birbal, imitating the
voice of a small child.
"Milk the cow and give to him," said Akbar to his servants.
The cow was milked and the milk was offered to Birbal.
He drank a little and then handed the bowl back to Akbar.
"Now put the rest of it back into the cow, put it back, put in back,
put it back..." wailed Birbal.
The emperor was flabbergasted and quietly left the room.

______________________________________________________________________________
Birbal Identifies a Guest

Birbal had been invited to lunch by a rich man. Birbal went to the man's house and found him in a hall full of people. His host greeted him warmly.
"I did not know there would be so many guests," said Birbal who hated large gatherings.
"They are not guests," said the man. "They are my employees, all except one man. He is the only other guest here beside you."
Then a crafty look came on the man's face.
"Can you tell me which of them is the guest?" he asked.
"Maybe I could," said Birbal. "Talk to them as I observe them. Tell them a joke or something."
The man told a joke that Birbal thought was perhaps the worst he had heard in a long time. When he finished everyone laughed uproariously.
"Well," said the rich man. "I've told my joke. Now tell me
 who my other guest is."
Birbal pointed out the man to him.
"How did you know?" asked his host, amazed.
"Employees tend to laugh at any joke told by their employers,
" explained Birbal. "When I saw that this man was the only one
not laughing at your joke, and in fact, looked positively bored,
I at once knew he was your other guest."
____________________________________________________________________________

JO TAMANE AA VARTA GAMI HOY TO PLEASE COMMENT KARO,
ANE HAA LIKE TO JARUR KARO.



એક સરકારી ફાઈલની આત્મકથા – દિવ્યમ પરેશભાઈ અંતાણી

[ જૂનાગઢના રહેવાસી શ્રી દિવ્યમભાઈ 25 વર્ષીય યુવાસર્જક છે. પોતે કલેક્ટર ઑફિસમાં કલાર્ક તરીકે ફરજ બજાવે છે અને તેથી ફાઈલ સાથે પોતાના આંતરમનને જોડીને તેની સંવેદના તે અનુભવી શકે છે. સરકારી ઑફિસના તંત્રથી તેઓ પરિચિત છે અને આમ આદમીની વ્યથાને સમજી શકે છે. નાની એવી આ આત્મકથાની વાત થોડામાં ઘણું કહી જાય છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ દિવ્યમભાઈનો ખૂબ ખૂબ આભાર. તેઓ સર્જનક્ષેત્રે સતત આગળ વધતાં રહે તેવી શુભેચ્છાઓ. સૌ વાચકમિત્રો યુવાસર્જકોને પોતાના પ્રતિભાવોથી પ્રોત્સાહિત કરશે તો એ પણ ગુજરાતી ભાષા માટે ઘણું મોટું કામ થયું ગણાશે ! દિવ્યમભાઈનો આપ આ સરનામે dpa.botany@gmail.com અથવા આ નંબર પર +91 9825562329 સંપર્ક કરી શકો છો. – તંત્રી.]
આમ તો અત્યાર સુધી મારી કોઈએ કિંમત કરી નથી. એટલે આજે મને મારી જાતની જ કિંમત કરવાનું મન થયું ! માત્ર સડેલા ધુળના ઢગલાઓ વચ્ચે પડી પડી મારા અંતિમ સમયની પ્રતિક્ષા કરું છું પણ જતાં જતાં દરેક તુચ્છ માનવને મારી મહાનતાનો પરિચય કરાવવા માગું છું જેથી મારા પછીની પેઢી પર મારા જેવો અત્યાચાર ન થવા પામે. હા, હું છું સરકારી કચેરીની એક ફાઈલ.
રાજકોટની સરકારી પ્રેસમાં જ્યારે મારો આકાર ઘડાયો, ત્યારે મને મારી જાત પર અપાર ગર્વ થયો. ખાખી લાંબા તાકામાંથી ધારદાર યંત્રએ મારો આકાર બનાવ્યો ત્યારે પીડા તો થઈ, પણ ભવિષ્યની મારી મહત્તાએ તે પીડાને ઓસરાવી નાખી. કાળા રંગના સરસ અક્ષરોથી મારા ઉપર મારી કચેરીનું નામ લખતાં જ, મારું કાર્યક્ષેત્ર મને જાળવા મળ્યું. મહેસુલ વિભાગની જિલ્લાની ઉપરી કચેરીમાં મને જવાનું સૌભાગ્ય સાંપડ્યું. એક દિવસ એ કચેરીના એક કર્મચારીએ આવી, મને મારી બહેનપણીઓ સાથે બાંધી, સરકારી વાહનમાં બેસાડી, માનભેર કચેરીએ લઈ ગયા. મારો હરખ સમાતો ન હતો. પણ ત્યાં જઈને મને રેકર્ડ રૂમના એક અંધારા ખુણામાં પૂરી નાખવામાં આવી. સમાજને ઉપયોગી થવાની મારી મુરાદ બર આવવાની હું રાહ જોવા લાગી.
આખરે એ દિવસ આવી ગયો. એક નિર્દયી કર્મચારીએ મને ત્યાંથી ઉપાડી, એક શાખાના ખૂણામાં ફેંકી. બહુ દર્દ થયું. પણ અંતરની લોકો પ્રત્યેની સદભાવનાએ તે દર્દને અનુભવવા ન દીધું. એક પછી એક મારી સહેલીઓ મારાથી વિખૂટી પડતી ચાલી. મારો વારો ક્યારે ? એ વિચારમાં હું કચેરીના ભારે ભરખમ અને કર્ણભેદી અવાજ કરતા પંખા સામે તાકી રહેતી…. અને હાશ…. મારો વારો આવ્યો…
આખરે એક અરજદારની અરજીએ મને મારી ઈચ્છા પૂરી કરવાની તક આપી. એક ગરીબ અસહાય વ્યક્તિની ખેતીની જમીન કોઈ દુષ્ટે પચાવી પાડી હતી, તેનો ન્યાય માંગતી એ અરજીને મારી સાથે બાંધવામાં આવી. પરિસ્થિતિના શિકાર એવા એ અરજદારની વ્યથા વાંચી, મારું અંતર પણ દ્રવી ઉઠ્યું. અને જલ્દીમાં જલ્દી તેને ન્યાય મળે તેવી પ્રાર્થના કરવા લાગી. પણ હાય… નસીબ…. સૌ પહેલાં મને કારકુન પાસે મુકવામાં આવી. બેદરકારી અને અન્યાયી એવા તે કર્મચારીએ અરજદારની પીડા વાંચ્યા વિના જ મને પાંચ દિવસ ટેબલ પર મૂકી રાખી. આખરે એક દિવસ ભૂલથી મારા પર નજર પડતાં, મને તૈયાર કરી, જરૂરી નોંધ લખીને હેડકારકુનને સોંપી. આ દરમ્યાન અરજદાર પાંચવાર જલ્દી કાર્યવાહી કરવા આજીજી કરી ગયો. પણ જાણે પથ્થર ઉપરના પાણીની જેમ કોઈ જ અસર ન થઈ. ધીમે ધીમે હું હેડકારકુન પાસેથી સૌથી ઉપરના અધિકારી પાસે પહોંચી. ત્યાં મારો મુકામ પંદર દિવસ રહ્યો. સાહેબને અનેક કાર્યક્રમોની તૈયારી વચ્ચે આખરે એક દિવસ મારા પર નજર નાખવાની અનુકૂળતા થઈ આવી. અરજદારની વ્યથા વાંચીને સાહેબે તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશો કર્યા. પણ આખરે પરત કારકુનના ટેબલ પર આવી, અરજદારની આંસુ ભરી રજૂઆતો વારંવાર સાંભળી, પરંતુ કર્મચારીશ્રીને લક્ષ્મીજી સિવાય કામગીરી કરવામાં રસ ન હતો.
છેવટે અનેક રજુઆતો પછી ઉપરી અધિકારીશ્રીના ખૂબ દબાણ બાદ અરજદારની અરજી પર કાર્યવાહી કરી, પાંચ વર્ષ પછી તેને તેની જમીન પરત કરવાનો હુકમ કરવામાં આવ્યો. પણ…. નાણાં તથા ન્યાયના અભાવે તે અરજદારે પોતાના જીવનથી કંટાળીને પરલોકની વાટ પકડી લીધી હતી. સંજોગો સામે હારી ગયો મારો તારણહાર…. ‘અરજદારનું મૃત્યુ થતાં ફાઈલ બંધ કરવામાં આવે છે…’ એ શેરા સાથે જ્યારે મને હંમેશ માટે લાલ રંગના પોટલામાં બાંધવામાં આવી ત્યારે મને મારા જીવન પર રંજ હતો પણ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે કહેવાતા શિષ્ટ લોકોની આવી અમાનુષી લોકશાહીનો હું હિસ્સો નથી.
મારી અંદર આજે એક લાચાર વ્યક્તિની એવી અપેક્ષાઓનો બગીચો છે જે ક્યારેય ઊગી ન શક્યો. તેના અંતરનું રૂદન આજે પણ મને હચમચાવી જાય છે. હવે બસ પ્રતિક્ષા છે તો એ દિવસની કે જ્યારે મારા શરીરના અનેક અનેક ટુકડા કરી, ફરીથી મને નવી ફાઈલનું સ્વરૂપ આપવામાં આવશે. પણ હે ઈશ્વર… મારી આ પ્રાર્થના સાંભળજે…. જો મને ફરીથી આ સ્વરૂપ આપે, તો કોઈના આંસુનું નહીં પણ આનંદનું નિમિત્ત બનાવજે….

લીલાં મરચાંનો આઈસ્ક્રીમ – ગુણવંત શાહ

[ સ્વસ્થ જીવનની ઝંખના રાખનારા સૌને માટે ખાસ વસાવવા અને વાંચવાલાયક તથા મિત્રો, સ્વજનો અને પરિવારને ભેટમાં આપવા લાયક અદ્દભુત પુસ્તક ‘મરો ત્યાં સુધી જીવો’ માંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. આ પુસ્તકની 12થી વધુ આવૃત્તિઓ થઈ છે અને તેની 39,000થી વધુ નકલો વેચાઈ ચૂકી છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવમાં આવી છે.]
પણાં દેશમાં જેટલાં ટીવી છે એટલાં ટૉઈલેટ નથી. જે ઘરમાં ટૉઈલેટની સગવડ ન હોય તે ઘરમાં પણ ક્યારેક ફ્રીજ હોય છે. દેશમાં કોકાકોલા જેવાં ઠંડા પીણાં જેટલાં પિવાય છે, તેટલા પ્રમાણમાં છાશ નથી પિવાતી. તાજી છાશ બધી રીતે પૌષ્ટિક છે. ટીવી પર તાજી છાશની જાહેરખબર કદી નહીં આવે. જાહેરખબર તો તે જ ચીજની આવે, જેના વગર આપણું કશુંય નહીં અટકે.
કાવ્યશાસ્ત્રમાં ‘વિરોધાભાસ’ અર્થાલંકાર છે. જેમાં માત્ર દેખીતો વિરોધ પ્રગટ થતો હોય છે. આપણા સમાજમાં આવા અર્થાલંકારોની ખોટ નથી. જે સમાજમાં ધાર્મિક સ્થાનકોની સંખ્યા પ્રાથમિક નિશાળોની સંખ્યા કરતાં ઘણી વધારે હોય ત્યાં ગરીબોની સંખ્યા ધનવાનોની સંખ્યા કરતાં ઓછી શી રીતે હોઈ શકે ? અહીં માથાં પણ ફૂટે અને બૉમ્બ પણ ફૂટે. અહીં પાણીની પરબો ઘટતી જાય છે અને મધુશાલાઓ વધતી જાય છે. વ્હિસ્કીની જાહેરખબર સાથે યુવાનોને જોશ ચડે એવા સ્વરમાં શબ્દો ટીવી પરથી વહેતા થાય છે : ‘કુછ કર દિખાના હૈ’. ગુટખા અને ગૉળપાપડી વચ્ચેની ટક્કરમાં ગુટખા જીતી રહ્યા છે. હવે નવો ગુટખો બજારમાં આવ્યો છે, જેનું નામ છે : કારગિલ ગુટખા. યુદ્ધમોરચે શહીદ થયેલા જવાનને કૉલેજિયન યુવાનો ગુટખા ખાઈને અંજલિ આપી રહ્યા છે. ગુજરાતમાં ગાંડા બાવળોનો વિસ્તાર વધતો જાય છે અને ઘેઘૂર વડલાઓની શોભા ઘટતી જાય છે.
વડોદરામાં હવે લીલાં મરચાંનો આઈસ્ક્રીમ બજારમાં મળે છે. લીલાં મરચાંને શુદ્ધ ઘીમાં સાંતળીને ક્રશ કર્યા બાદ આઈસ્ક્રીમમાં ભેળવવામાં આવે છે. સાંભળવા મળ્યું કે સુરતમાં ભિંડા, કારેલાં અને ટીંડોળાનો ઉપયોગ પણ આઈસ્ક્રીમમાં કરવામાં આવે છે. એ જ રીતે ફળફળાદિમાં સક્કરટેટી, તડબૂચ, જાંબુડા, દ્રાક્ષ, લીંબુ, સીતાફળ, કેરી અને પાઈનેપલ તો આઈસ્ક્રીમમાં ભળી ચૂક્યાં છે. જીવનની માફક આઈસ્ક્રીમમાં પણ શું શું ન ભળી શકે ? વાત સાચી છે, તોય લીલાં મરચાંનો આઈસ્ક્રીમ હોઈ શકે તે વાત મનમાં ઝટ બેસતી નથી. ‘શરીફ બદમાશ’ જેવો એ વદતોવ્યાઘાત ગણાય. માધુર્ય વળી તીખું હોઈ શકે ?
વૈરાગ્ય અને વૈભવ કોઈ સાધુના જીવનમાં જણાય ત્યારે લીલાં મરચાંનો આઈસ્ક્રીમ યાદ કરવો રહ્યો. કાલે ઊઠીને તમાકુનાં ભજિયાં ખાવાનું શરૂ થાય એ અશક્ય નથી. લોકો ક્યારેક શાંતિથી કંટાળે ત્યારે યુદ્ધને પણ ચેન્જ ગણવા લાગે છે. કશુંક સાવ નોખું-અનોખું માણસને ગમે છે. જબલપુરમાં કપડાંની એક દુકાનનું નામ છે : ‘દિગંબર ક્લોથ સ્ટોર.’ લંડનમાં શરાબની દુકાનનું નામ હતું : ‘મહાત્મા ગાંધી પબ.’ કચરાપેટીમાંથી કાચના અને પ્લાસ્ટિકના ટુકડા વીણનારી એક ગરીબ છોકરીનું નામ હતું : રાજેશ્વરી. વડોદરાની એક ઝૂંપડપટ્ટીનું નામ છે : ‘મહારાજા નગર.’ અમદાવાદની એક ઝૂંપડપટ્ટીનું નામ ‘કુબેરનગર’ છે….
 સમગ્ર જીવન વિરોધાભાસથી ભરેલું છે. કોમળતા અને કઠોરતા જીવનમાં અડખેપડખે વસે છે. કરુણા અને ક્રૂરતા વચ્ચે સહઅસિત્વ જોવા મળે છે. સમાજમાં અખંદ સૌભાગ્યવતી વિધવાઓ પણ હોય છે અને ગંગાસ્વરૂપ ગૃહિણીઓ પણ હોય છે. લોકો શેમ્પૂની બાટલીના આકારને જુએ છે, શેમ્પૂની ગુણવત્તાને નથી જોતા. બહારના દેખાવને કારણે અંદરની વાસ્તવિકતા ઢંકાઈ જાય છે. કારેલું કડવું હોય છે, પરંતુ કારેલાનું શાક ક્યારેક ગળચટું હોય છે. કેરીનું અસ્તિત્વ સ્વાદ અને સુગંધથી ભરેલું છે. કેરી જેવી છે તેવી રહે તેમાં મજા શી ? આવી માનસિકતામાંથી અથાણાંની શોધ થઈ. કેરીનું આયખું ટૂંકું હોય છે, પરંતુ અથાણું લાંબું જીવે છે. માણસની ખાસિયત રહી છે કે જે બાબત જેવી હોય તેવી ન રહેવી જોઈએ. ગુલાબનું ફૂલ કેવળ ફૂલ તરીકે રહે તે માણસને ન ગમ્યું તેથી ગુલકંદની શોધ થઈ. સ્ત્રીમાંથી પત્નીનું સર્જન થયું અને વળી ગણિકાનું નિર્માણ પણ થયું. માણસને કેવળ રમતગમતનું મનોરંજન ઓછું પડ્યું તેથી રમતો સાથે જુગાર જોડાઈ ગયો. જગતના રાજકારણમાં બે જ બાબતો વારાફરતી ચાલ્યા કરે છે : શાંતિ માટેનું યુદ્ધ અને યુદ્ધમય શાંતિ. 1967’68માં વિયેટનામ યુદ્ધ દરમિયાન અમેરિકન લશ્કરે બેનટ્રે નામના ગામ પર સખત બૉમ્બમારો કરેલો. પાછળથી અમેરિકન લશ્કરના અધિકારીએ જણાવેલું કે ‘ગામને બચાવી લેવા માટે’ એમ કરવું જરૂરી હતું.
કઠોપનિષદ તરફથી આપણને બે શબ્દો મળ્યા : શ્રેયસ અને પ્રેયસ. જે કલ્યાણકારી હોય તે શ્રેયસ અને જે પ્રિય હોય તે પ્રેયસ. શ્રેયસ અને પ્રેયસ વચ્ચે બાપેમાર્યાં વેર જામી પડ્યાં. જે બાબતો આપણને પ્રિય લાગે તે બાબતો કલ્યાણવિરોધી જ હોય એવું કહેવામાં આવ્યું. જે કશુંક મનગમતું હોય તેનાથી દૂર રહેવાનો જ ઉપદેશ થયો. માણસની મૂંઝવણ વધી પડી. ગુંડાઓની પજવણી કરતાંય મોટી પજવણી ધર્મના ઉપદેશકો તરફથી થઈ છે. પરિણામે પ્રેમવિરોધી, સહજવિરોધી, આનંદવિરોધી અને જીવનવિરોધી ધર્મના અત્યાચારો વધી પડ્યા. આવો માણસવિરોધી ઉપદેશ અસહ્ય બને ત્યારે શરાબનાં માનપાન વધી જાય છે. ઉપદેશકો માણસને સુખેથી જીવવા દેતા નથી તેથી અંધશ્રદ્ધાનો નશો રાહત આપનારો જણાય છે. એક પતિ મજાકમાં મને વારંવાર કહે છે : ‘મારી પત્ની સંપૂર્ણપણે મારા કાબૂમાં છે. હું એને ઊંચા સાદે કહી દઉં છું કે આજે બધાં વાસણ હું જ માંજી નાખીશ. બિચારી તરત માની જાય છે. ક્યારેક તો હું ગુસ્સામાં આવીને એને કહી દઉં છું કે ખબરદાર, આજે હું જ કપડાં ધોઈશ અને વળી કચરા-પોતું પણ હું જ પતાવી દઈશ. એ બીચારી મને દબાતા સાદે કહે છે કે જેવી સ્વામીની મરજી.’
ક્યારેક લાગે છે કે સમગ્ર સંસાર લીલાં મરચાંના આઈસ્ક્રીમ જેવો છે. મરચાંનો પણ પોતીકો સ્વાદ હોય છે. મધુર, ઠંડા, થીજેલા દૂધનો પણ પોતીકો સ્વાદ હોય છે. બંને ભેગાં મળે તેમાં સમન્વય નથી. પતિ-પત્નીનું કજોડું જીવન વેંઢારતું રહે તેમાં સુમેળનું સૌંદર્ય નથી હોતું. એવું બને ત્યારે બાવાનાં બેઉ બગડે છે. ભગવદગીતામાં બંને બાજુથી રખડી ગયેલા માણસ માટે મજાનો શબ્દ છે : ‘ઉભયવિભ્રષ્ટ.’ નથી સંસાર છૂટતો અને નથી સંન્યાસ જામતો. ગંગા અને જમુના મળે તેને સંગમ કહેવાય, પરંતુ મોટી ગટર ગંગામાં ભળે તેને પ્રદૂષણ કહેવાય. આયુર્વેદમાં પથ્યાપથ્યનો વિવેક અગત્યનો ગણાયો છે. એ જ રીતે વિરુદ્ધ આહાર ત્યજવા યોગ્ય ગણાયો છે. ડુંગળી અને દૂધ સાથોસાથ ન લેવાય. આવી વાત બીજી કોઈ ચિકિત્સાપદ્ધતિમાં નથી થઈ. માણસને વિરોધાભાસ અર્થાલંકાર ગમે છે. એને યુદ્ધની કથા ‘રમ્ય’ લાગે છે. એને આશ્રમોમાં પૈસાની ભરમાર હોય તે ગમે છે. વૈરાગ્ય અને વૈભવ કોઈ સાધુના જીવનમાં જણાય ત્યારે લીલાં મરચાંનો આઈસ્ક્રીમ યાદ કરવો રહ્યો. કાલે ઊઠીને તમાકુનાં ભજિયાં ખાવાનું શરૂ થાય એ અશક્ય નથી. લોકો ક્યારેક શાંતિથી કંટાળે ત્યારે યુદ્ધને પણ ચેન્જ ગણવા લાગે છે. કશુંક સાવ નોખું-અનોખું માણસને ગમે છે. જબલપુરમાં કપડાંની એક દુકાનનું નામ છે : ‘દિગંબર ક્લોથ સ્ટોર.’ લંડનમાં શરાબની દુકાનનું નામ હતું : ‘મહાત્મા ગાંધી પબ.’ કચરાપેટીમાંથી કાચના અને પ્લાસ્ટિકના ટુકડા વીણનારી એક ગરીબ છોકરીનું નામ હતું : રાજેશ્વરી. વડોદરાની એક ઝૂંપડપટ્ટીનું નામ છે : ‘મહારાજા નગર.’ અમદાવાદની એક ઝૂંપડપટ્ટીનું નામ ‘કુબેરનગર’ છે.
પથ્યાપથ્ય વિવેક જાળવવાની સલાહ આયુર્વેદ આપે છે. સ્વાદનો અનાદર નથી, પરંતુ સહજ સ્વાદની જગ્યાએ જ્યારે અસહજ અતિરેકો થાય ત્યારે કશુંક ખોરવાય છે. આયુર્વેદમાં સ્વાદનો વિરોધ નથી, પરંતુ યોગ્ય આહાર-વિહારનો આદર છે. મરચાંનો આઈસ્ક્રીમ કદાચ ‘વિરુદ્ધાહાર’ સાબિત થાય એમ બને. કોઈ અનુભવી વૈદરાજને પૂછવું સારું. આપણો સ્વાદ આપણા કહ્યામાં હોય ત્યાં સુધી એ સહજ સ્વાદ ગણાય, પરંતુ આપણે જ્યારે સ્વાદના કહ્યામાં હોઈએ ત્યારે પ્રશ્નો ઊભા થાય છે.
[કુલ પાન : 151. કિંમત રૂ. 95. પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ. ‘દ્વારકેશ’, રૉયલ ઍપાર્ટમૅન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ-380001. ફોન : +91 79 25506573.]

Thursday, 24 May 2012

VERY VERY FUNNY GUJARATI JOKES....

એક દિવસ રાજના પપ્પા એક રોબોટ લાવ્યા. જે ખોટું બોલો તો પકડી પાડતો હતો અને ખોટું બોલનારના ગાલ પર જોરદાર તમાચો લગાવતો. રાજ સ્કૂલથી ઘરે મોડો આવ્યો હતો. પપ્પાએ પુછ્યું- ઘરે આવવામાં મોડું કેમ થઇ ગયું? રાજ- અમારી એક્સ્ટ્રા ક્લાસ હતી. રોબોટ અચાનક પોતાની જગ્યા પરથી કુદકો લગાવ્યો અને રાજને તમાચો માર્યો. પપ્પા હસ્યાં અને બોલ્યા- આ રોબોટ ખોટું પકડી પાડે છે અને ખોટું બોલનારને તમાચો મારે છે. હવે સાચું બોલ, ક્યાં ગયો હતો? રાજ- નાટક જોવા પપ્પા- કયું નાટક ? રાજ- હનુમાન… હજુ રાજ નાટક નું આખું નામ બોલે તે પહેલાં જ રોબોટે તમાચો માર્યો. પપ્પા- કઇ ફિલ્મ હતી? રાજ- કાતિલ જવાની પપ્પા- શરમ થવી જોઇએ. હું જ્યારે તારી ઉમરનો હતો ત્યારે આવી હરકતો નહતો કરતો. ત્યાં તો રોબોટે પપ્પાને પણ તમાચો ચોળી દીધો. અંદરથી મમ્મી બોલી- તમારો દિકરો છે ને ખોટું જ બોલશે. ત્યાં તો રોબોટે લગાવ્યો કુદકોને મમ્મીના ગાલ પર ચટાક….!!! _____________________________________________________________________________ એક વાધ સિગારેટ પીવા જ જઇ રહ્યો હતો ત્યાં એક ઉંદર આવ્યો અને બોલ્યો- મારા ભાઇ છોડી દે નશો, આવ મારી સાથે અને જો આ જંગલ કેટલું સુંદર છે, આવ મારી સાથે દુનિયાને નિહાળ. વાધે એ થોડોક વિચાર કર્યો અને પછી તે તેની સાથે દોડવા લાગ્યો. આગળ હાથી અફીણ પી રહ્યો હતો. ઉંદર ફરીથી બોલ્યો- આવો મારી સાથે દુનિયાને નિહાળો. હાથી પણ તેની સાથે દોડવા લાગ્યો. આગળ સિંહ વ્હિસ્કી પી રહ્યો હતો. ઉંદરે એને પણ તેવું જ કહ્યું- સિંહે ગ્લાસ સાઇડમાં મુક્યો અને ઉંદરને પાંચ-છ ફડાકા ઠોકી દીધા. હાથી બોલ્યો- અરે, આ તો આપણને જિંદગી તરફ લઇ જાય છે. શા માટે આ બિચારાને મારો છો? સિંહ બોલ્યો- આ નાલાયકે ગઇ વખત પણ ભાંગ પીને મને ત્રણ કલાક સુધી જંગલમાં ફેરવ્યો હતો. __________________________________________________________________________________ એક વાર એક સિંહ જંગલમાં ટાઇમ પાસ કરતો હતો.પહેલા તેણે સસલાને બોલાવ્યું અને કહ્યું ”અલ્યા સસલા જંગલનો રાજા કોણ ?”બિચારું સસલું કહે ”બાપુ તમેજ છો.” થોડી વારમાં શિયાળ આવ્યું .તેણે પણ બોલાવ્યું. સિંહ:”બોલ શિયાળ જંગલનો રાજા કોણ?” શિયાળ:”રાજા તમેજ છોને.” થોડીવાર માં હાથી તેની પત્ની સાથે ઝઘડો કરીને આવ્યો હતો. સિંહ:”અલ્યા હાથીડા જંગલનો રાજા કોણ?” હાથી તો ગરમ થયો ને સિંહ ને સૂંઢમાં લઈને ખેચીને ઝાડ સાથે પછાડ્યો . થોડીવાર માં સિંહ તો લંગડાતો લંગડાતો આવ્યો ને બોલ્યો :”ભાઈ જવાબ ના આવડે તો કઈ નહિ પણ આવું ના મરાય.કૈક કીડની બીડની ફેલ થઇ જાય . – by વત્સલ પટેલ . ________________________________________________________________________________ મનોજ: તુંમ રોજ બેંક કે આગે કયું સોતે હો? સુરજ: ક્યોકી ઇધર સોને પે લોન મિલતા હૈ… _______________________________________________________________________________ કનુઃ મારે ચાર દિકરા છે. પહેલો એમબીએ છે બીજો એમસીએ છે ત્રીજો પીએચડી છે ચોથો ચોર છે. મનુઃ તો ચોરને ઘરમાંથી કાઢી કેમ નથી મૂકતો? કનુઃ એ જ તો કમાય છે, બાકીના બેરોજગાર છે… _______________________________________________________________________________ એક છોકરીને પાંચ કરોડ રૂપિયાની લોટરી લાગી હતી કંપનીએ વિચાર્યું કે જો આ ઇનામ વિશે છોકરીને સીધુ કહીં દેશું તો કદાચ છોકરી ખુશીથી મરી જશે. કંપનીએ આ કામ પપ્પુને સોંપ્યું કે છોકરીને આ ઇનામ વીશે એવી રીતે બતાવ કે જેથી છોકરી ખુશીથી ન મરે. પપ્પુ છોકરી પાસે ગયો અને કહ્યું…. ઇમેજીન કરો કે તમને પાંચ કરોડની લોટરી લાગી છે તો તમે શું કરશો છોકરી- હું તમારી સામે ડાન્સ કરીશ તમને પ્રમે કરીશ તમારી સાથે લગ્ન કરીશ અને અડધું ઇનામ તમને આપી દઇશ… આ સંભળી પપ્પુ જ ખુશીનો માર્યો મરી ગયો… _________________________________________________________________________________ છોકરી કોલેજ માં મોડી આવી એટલે સરે પૂછ્યું કે કેમ મોડી આવી ? છોકરી કહે રસ્તામાં એક છોકરો મારો પીછો કરતો હતો. પ્રોફેસર: એમાં તું કેવી રીતે મોડી થઇ ગઈ? છોકરી: છોકરો બહુ ધીમું ચાલતો હતો એટલે. _________________________________________________________________________________ બે ગપ્પીદાસ્સ વાતો કરતા હતા. પહેલો ગપ્પીદાસ : મારા દાદા નું ઘર એટલું મોટું હતું કે એમાં વિશ્વ ના તમામ માણસો સમાઈ જાય. બીજ્જો ગપ્પીદાસ: મારા દાદા જોડે એટલો લાંબો વાંસ હતો કે જયારે ઈચ્છે ત્યારે વાદળ હલાવીને વરસાદ પડી સકતા. પહેલો ગપ્પીદાસ: તારા દાદા એ વાંસ ક્યાં રાખતા હતા? બીજો ગપ્પીદાસ: તારા દાદા ના ઘર માં જ વળી. બીજે ક્યાં ? __________________________________________________________________________________ Hey friends, If you like please put your comment, and if you like more..please join the site...
Good News..................Good News....................................Good News..........................




Ahmedabad Ramanandi Samaj kare chhe 10/06/2012 na roj "RAMANANDI YUVA 


PARICHAY MELO" To aap jo unmarried hov to form avashya bharjo.




For more Info:- SURESH AGRAVAT  98259 33982




from RAM DEVMURARI RAJKOT PRESS REPORTER 97231 02150









Tuesday, 22 May 2012


કોઇ પણ જાત ના રોકાણ વગર ઘરે બેઠા બીઝનેસ કરો, (રેડીમેઇડ શર્ટ નો)


હા, કોઇ પણ જાત ના રોકાણ વગર. જો તમને આમા રસ હોય તો તમારે માત્ર અમારો સંપર્ક કરવાનો રહેશે,
અમે તમને તમારા શહેર મા શર્ટ મોકલી આપીશુ જે તમારે વેચાય જાય પછી તેના પૈસા ચુકવવાના રેહશે.

આ સ્કિમ નો મુખ્ય હેતુ અમારી બ્રાન્ડ લોકો સુધી પહોચાડવા નો છે, અને હા આ બીઝ્નેસ મા
તમે સારો સમય આપી શકતા હોય તો સારો નફો પણ કમાઇ શકો છો. અને જો તમે તમારી સમય
મર્યાદા મા શર્ટ ના વેચી શકો તો અમને પરત કરી શકો છો, જેનો કોઇ પણ ચાર્જ નહી વસુલવા
મા આવે, તો પછી રાહ શેની જુઓ છો આજે જ  સંપર્ક કરો અને તમારો બીઝનેસ શરુ કરો.


વધુ માહિતી માટે સંપર્ક કરો.


ધવલ ટીલાવત

Mo:- +91 8866191672

Email:- tilavatd@gmail.com

Or message us on Facebook:- http://www.facebook.com/dhavaltilavat

Monday, 21 May 2012


મેરે પૂર્વજ મહાન ! – રતિલાલ બોરીસાગર

[‘અખંડ આનંદ’માંથી સાભાર.]
લોકો પોતાના પૂર્વજોને યાદ કરે છે, તેમની છબિઓ ભીંત પર ટિંગાડે છે. પિતા કે દાદા જીવતા હોય ત્યારે પાણિયારેથી પાણીનો પ્યાલો ભરી દેવામાંય અખાડા કર્યા હોય એવાં મનુષ્યો ભાદરવા મહિનામાં, પીપળે પાણી રેડી, સ્વર્ગમાં પૂર્વજોને પાણી સપ્લાય કરે છે. શ્રાદ્ધના દિવસોમાં કાગડાસમાજની એજન્સી દ્વારા સદગત માતાપિતા અથવા માતા કે પિતાને મિષ્ટાન્ન જમાડે છે. મારા એક મિત્રના પિતાને જીવનના છેલ્લા દિવસોમાં દાળભાત પણ પચતાં નહોતાં. એમના શ્રાદ્ધાદિને મિત્રને ત્યાં એકવાર દૂધપાક-પૂરીનું જમણ જમતાં જમતાં સદગત કાકાને દૂધપાક પચશે કે નહીં એની મને ચિંતા થઈ આવી. પણ તત્કાલ તો મને દૂધપાક પચે કે નહીં એ પ્રશ્ન અગત્યનો હતો. એટલે મેં મિત્ર સમક્ષ સદગત કાકાની પાચનશક્તિ અંગે કશો પ્રશ્ન ન ઉઠાવ્યો.
વર્ષે આ રીતે એકાદ વાર પૂર્વજોને યાદ કરવાની પ્રવૃત્તિ એકંદરે નિર્દોષ છે. જો કે કેટલાંકને માટે આ પણ અઘરું પડે છે. અમારા એક મિત્રે માતાની મૃત્યુતિથિને દિવસે મંદિરમાં પાકું સીધું આપવાનો સંકલ્પ કરેલો. ત્રણ ચાર વરસ તો બધું બરાબર ચાલ્યું. પણ એક વાર એમનાં પત્ની બહારગામ હતાં એટલે એમને કંઈ માતાની પુણ્યતિથિ યાદ આવી નહીં, પરંતુ, પાકા સીધામાંથી બનતા મિષ્ટાન્નને કારણે પૂજારીની યાદશક્તિ પાકી થઈ ગયેલી એટલે બાર વાગ્યા સુધી રાહ જોયા પછી પૂજારી ઘેર આવીને સીધું લઈ ગયા. એ પછી ફરી આવું જોખમ ઊભું ન થાય એ માટે દર વર્ષે પુણ્યતિથિને આગલે દિવસે સીધા માટે રિમાઈન્ડ કરી જવાનો ક્રમ પૂજારીએ રાખ્યો છે. આ કારણે યજમાનને પણ ઘણી અનુકૂળતા રહે છે. કમ્પ્યૂટરના કલાસ ચલાવતા મારા એક મિત્રે તો સારી-માઠી આવી તિથિઓ કમ્પ્યૂટરમાં ફીડ કરી રાખી છે.
કેટલાક મનુષ્યો પ્રતાપી પૂર્વજોના વંશમાં જન્મ્યા હોવાનું ગૌરવ અનુભવે છે. આમાં પણ ખાસ કશું ખોટું નથી, પરંતુ એમાંના કેટલાક પોતાના પૂર્વજોનાં પરાક્રમો, એમની શક્તિઓ, એમની સમૃદ્ધિઓ વગેરે વિષે એટલો બધો ગર્વ લે છે કે જાણે એમણે જ એ પૂર્વજોનું જીવનઘડતર કર્યું હોય ! કેટલાક તો એમ માને છે કે પોતાના જેવા વંશજ જન્મવાના હતા એટલે જ ઈશ્વરે એમના દાદાને કે દાદાના નાનાને કે નાનાના દાદાને અથવા દાદાના ભાઈને કે દાદાના કાકાને કે દાદાના મામાને મહાન બનાવ્યા હતા !
મારા એક સ્નેહી છે. પોતે સારું જ્યોતિષ જાણે છે એમ એ માને છે અને બીજાંઓને મનાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ એમના પોતાના ગ્રહો એમને જોઈએ એવો સહકાર નથી આપતા. એટલું જ નહીં જેમનો જોષ તેઓ જુએ છે એના ગ્રહો પણ એમની ફેવર નથી કરતા. પરિણામે એમની મોટા ભાગની આગાહીઓ ખોટી પડે છે. એમની કોઈ આગાહી ખોટી પડે છે ત્યારે એનાં કારણો એ અવશ્ય શોધી કાઢે છે. મોટે ભાગે તો એ કુંડળીને જ ખોટી સાબિત કરે છે અને પછી પોતે કેવા મહાન જ્યોતિષીના વંશજ છે એની વાત સવિસ્તર કરે છે : ‘મારા દાદાના દાદાના પિતા મહાન જ્યોતિષી હતા. એમણે ઝાંસીની રાણીને, તાત્યા ટોપેને અને નાનાસાહેબ પેશ્વાને ખાસ દૂતો મોકલીને કહેવડાવેલું કે યોગ્ય તિથિ અને સમય નહિ સચવાય તો 1857નો બળવો નિષ્ફળ જશે. એમણે 1857ના બળવા માટે ખાસ મુહૂર્ત કાઢીને પણ મોકલ્યું હતું. પણ કોઈએ એમની વાત કાને ધરી નહીં, પરિણામે બળવો નિષ્ફળ ગયો. અમારા દાદાએ આપેલી તિથિ માન્ય રાખી હોત તો બળવો સો ટકા સફળ થાત અને ભારતને નેવું વરસ વહેલી આઝાદી મળી ગઈ હોત ! બળવો નિષ્ફળ ગયા પછી નાનાસાહેબ સિહોર આવીને રહ્યા એ અમારા દાદાને કારણે. મારા દાદાએ નાનાસાહેબને પત્ર લખીને કહેવડાવ્યું હતું કે સિહોરમાં આવી સાધુવેશે રહો. મારા દાદાની વાત એક વાર ન માનવાનાં માઠાં પરિણામ ભોગવવાં પડ્યાં હતાં. એટલે આ વખતે નાનાસાહેબે દાદાની વાત તરત માની લીધી.’
‘કોઈ ઈતિહાસકારે આ વાત નોંધી છે ?’ સત્તાવીસમી વાર આ કથા સાંભળ્યા પછી એક વાર મારાથી આવો પ્રશ્ન થઈ ગયો.
‘એ વખતે ઝેરોક્ષ મશીન થોડાં હતાં કે મારા દાદાએ નાનાસાહેબને જે પત્ર લખ્યો એની ઝેરોક્ષ નકલ રાખી હોય ? ઈતિહાસકારો તો તરત સાબિતી માગે; પણ તમે આ કથા ફલાણા ઋષિએ કહી અને તે ફલાણા ઋષિએ બીજા ફલાણા ઋષિને કહી એવી વાત માની લો છો, તો આ વાત મારા દાદાના દાદાના પિતાએ મારા દાદાના પિતાને કહી હતી. એમણે મારા દાદાને કહી હતી ને દાદાએ મારી હાજરીમાં મારા પિતાજીને કહી હતી એ વાત તમે કેમ નથી માનતા ? મારા એ જ્યોતિષદાદા નાનાસાહેબ પેશ્વાને સિહોરમાં રૂબરૂમાં મળ્યા હતા. નાનાસાહેબે એમને પ્રૉમિસ પણ આપેલું કે ‘ફરી બળવો કરીશું ત્યારે તમે આપેલા મુહૂર્ત પ્રમાણે કરીશું ને અંગ્રેજો ચાલ્યા જાય પછી તમને પ્રધાનપદું પણ આપીશું, અંગ્રેજો ભલે એ વખતે ન ગયા પણ પછી ગયા તો ખરા ને, એટલે, જવાહરલાલજીએ મારા દાદાને પ્રધાન બનાવવા જોઈતા હતા. એ ન થયું તો ઈન્દિરાજીએ મારા પિતાને પ્રધાન બનાવવા જોઈતા હતા. પણ એય ન થયું. પછી મારો ભાવ પણ કોઈ વડાપ્રધાને ન પૂછ્યો.’ દીર્ઘ નિઃશ્વાસ નાખી મિત્ર વાત પૂરી કરે છે.
આવા અમારા એક બીજા મિત્ર છે. હવે તો તેઓ નિવૃત્ત થઈને વતનમાં જતા રહ્યા છે. પણ પહેલાં અમદાવાદમાં શિક્ષક હતા. તેઓ હંમેશાં માંદા રહેતા. પહેલા વરસાદે શરૂ થયેલી એમની શરદી છેલ્લા વરસાદ સુધી ચાલુ રહેતી. આ પછી એકાદ મહિનાના લઘુવિરામ પછી દિવાળીના દિવસથી શરૂ થઈ હોળીના દિવસ સુધી શરદીના પ્રભાવ હેઠળ રહેતા. ઉનાળામાં આઈસ્ક્રીમ ખાય એ દિવસે એમને અચૂક શરદી થતી. (મિત્રોની લાગણીને માન આપવાની ભાવના એમનામાં ઘણી પ્રબળ, એટલે એમને આઈસ્ક્રીમ ખાવાના પ્રસંગો પણ બહુ આવતા.) પોતાની નબળી તબિયત અંગે ખેદ પ્રગટ કરતાં તેઓ કહેતા, ‘વિધિની વક્રતા જુઓ ! મારા બાના દાદાના મામા પ્રખર વૈદ્ય હતા. લોકોએ જેમને મૃત્યુ પામેલા માન્યા હોય, સગાંસંબંધીઓને સ્મશાને આવવા માટે કહેવરાવી દીધું હોય, નનામીનું બધું મટિરિયલ આવી ગયું હોય એ વખતે મરનારના – આમ તો જો કે જીવનારના – નસીબ હોય ને કોઈને અમારા એ પૂર્વજ યાદ આવે ને તાબડતોબ એમને તેડું જાય અને તેઓ જો ઘેર હોય તો સ્મશાને જવા આવેલા ડાઘુઓને ઘેર પાછા જવું પડે ! નનામીનો સામાન તો કોઈ પાછો રાખે નહીં પણ એ તો આજ નહીં તો કાલ, આપણને નહીં તો પડોશીને કામ આવશે એમ માની મેડે ચડાવી દેવામાં આવે. દાદાએ ચાટણ ચટાડ્યું નથી કે પેલો (કે પેલી) સળવળ્યો નથી ! હા, કલાકમાં દાદા પહોંચી જવા જોઈએ. ગામમાં બીજા બે વૈદ્યો હતા. એમની પ્રૅક્ટિસ ભાંગી ન પડે એ માટે દાદા સીરિયસ કેસ જ હૅન્ડલ કરતા. ગામમાં નનામીના સાજસામાનની એક દુકાન હતી એ એણે ધંધો પડી ભાંગવાને કારણે કાઢી નાખેલી. એટલે ક્યારેક દાદા આઉટ ઑફ સ્ટેશન હોવાને કારણે કોઈનું મૃત્યુ થતું તો નનામીનો સાજસામાન લેવા બહારગામ જવું પડતું. આવા દાદાનો વંશજ એવો હું સદાય માંદો ને માંદો રહું છું એ વિધિની વક્રતા, બીજું શું ?’ મિત્ર અતિશયોક્તિ કરી રહ્યા છે એમ મને એકલાને જ નહીં બીજા મિત્રોનેય લાગતું, પણ દાદાની વાત ચાલતી હોય ત્યારે એમની શરદીમાં રાહત રહેતી. છીંકો ઓછી આવતી એટલે અમે એની એ વાતો ફરી ફરી સાંભળતા.
હવે છેલ્લે મારી વાત. હું તદ્દન બીકણ નથી, પણ બહાદુર તો ન જ કહેવાઉં. મારા ખાતે કોઈ વીરતાભર્યું કાર્ય નોંધાયું નથી ને હવે જીવનના આ ઉત્તરાર્ધમાં નોંધાય એવો બહુ સંભવ પણ નથી. પણ જોગીદાસ ખુમાણનું ભાવનગર રાજ્ય સામે બહારવટું ચાલતું હતું ત્યારે મારા દાદાના દાદા કેડે તલવાર બાંધી ઘોડા પર બેસી રાજ્યનાં રાણીસાહેબાના વેલડા સાથે રક્ષક તરીકે જતા. જોગીદાસ ખુમાણના નામમાત્રથી ભાવનગર રાજ્ય આખું ધ્રૂજતું – પણ દાદા વેલડા સાથે હોય એટલે વેલડું સલામત ! તલવાર બાંધનારા ને વખત આવ્યે વાપરી જાણનારા દાદાના વંશજે (એટલે કે મેં) ખુલ્લી તલવાર ફક્ત ફિલ્મોમાં જ જોઈ છે ! ભલભલા પાણીદાર ઘોડા ખેલવનારા દાદાનો આ વંશજ આજ સુધી ઘોડા પર બેઠો નથી- લગ્ન વખતેય નહીં ! આમ છતાં મારા દાદાની વાતો જાણે મારી વાતો જ હોય એટલા રસથી ને એટલા અભિમાનથી હું કરતો હોઉં છું.
મને લાગે છે કે માણસના પોતાનામાં જે ખૂટતું હોય તે પૂર્વજોમાંથી કોઈનામાં હોય તો એમની વાતોથી માણસને આશ્વાસન મળે છે : હું ભલે કંઈ નથી, પણ મારા પૂર્વજો કેવા મહાન હતા !

સુદામાનો પેન્શન-કેસ – રતિલાલ બોરીસાગર

[‘ભજ આનન્દમ’ પુસ્તકમાંથી સાભાર.]
દ્વારકાધીશ શ્રીકૃષ્ણના સચિવાલયમાંથી એક નોટિફિકેશન બહાર પડ્યું. અધર્મનો નાશ કરી, ધર્મની પુનઃસ્થાપના કરવાના ભગવાન શ્રીકૃષ્ણના મહાભિયાનમાં જે કોઈ સંલગ્ન હતા તે સર્વ માટે દ્વારકા રાજ્યની સરકાર તરફથી માસિક પેન્શન-યોજના અમલમાં મૂકવામાં આવી હતી. સદરહું યોજનાનો લાભ લેવા ઈચ્છનારાઓએ પ્રમાણપત્રોની નકલ સાથે વેળાસર અરજી કરવાની હતી. આ વિગત દ્વારકાથી પ્રગટ થતાં તમામ વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
શ્રીકૃષ્ણના બાળસખા સુદામાજીએ આ જાહેરખબર એમનાં પત્નીને વાંચી સંભળાવી. આ પૂર્વે સુદામાએ શ્રીકૃષ્ણ સાથેનાં બાળપણનાં સંસ્મરણો કહીકહીને પત્નીને ખૂબ બોર કરી હતી. પણ આ જાહેરખબરની વાત સાંભળતાં પત્નીની આંખો ચમકી ઊઠી. એણે કહ્યું, ‘નાથ ! આપણે કેટલાં બધાં દરિદ્ર છીએ ! બાળકો અન્ન વગર ટળવળે છે. તમે માસિક પેન્શન-યોજનામાં અરજી કરો.’ સુદામાજી અજાચકવ્રત પાળતા હતા. એટલે પ્રથમ તો એમણે આવી અરજી કરવાની ના પાડી. પણ ધાર્યું તો ધણિયાણીનું થાય એ ગૃહસ્થાશ્રમના ન્યાયે સુદામાજી અરજી કરવા સંમત થયા; પરંતુ શ્રીકૃષ્ણ સિવાય કોઈ અન્યને સંબોધીને પોતે અરજી નહિ કરે એવું એમણે પત્નીને મક્કમપણે કહી દીધું. સુદામાજીએ નીચે પ્રમાણે અરજી કરી :
પ્રતિ
શ્રી કૃષ્ણચંદ્ર મહારાજ,
દ્વારકા.
વિષય : માસિક પેન્શન બાબત….
હે બાળસખા,
આપણે સાંદીપનિઋષિના આશ્રમમાં સાથે ભણતા હતા એ તમને યાદ હશે. તમે ભણવા કરતાં ગાયો ચરાવવામાં, વાંસળી વગાડવામાં અને જંગલમાં રખડવામાં વધુ પ્રવૃત્ત રહેતા. તમારું લેસન લગભગ મારે જ કરવું પડતું. આપણે અન્નભિક્ષા માગી લાવીને સાથે જમતા. અમ્લપિત્તને કારણે હું ઝાઝું ખાઈ નહોતો શકતો એટલે મારા ભાગનું હું તમને ખાવા આપતો. ગુરુ માટે લાકડાં લેવા જતા ત્યારે તમારા સુકુમાર શરીરને ધ્યાનમાં રાખી હું તમને લાકડાં ફાડી આપતો. આ બધું મેં મિત્રભાવે ને તમારા માટેના પ્રેમને કારણે કરેલું એટલે અરજીમાં એ કંઈ લખવાનું ન હોય પણ આ બધી વાતો મેં તમારી ભાભીને અનેક વાર કરેલી એટલે એમના આગ્રહથી લખું છું. હું તો આ અરજી જ નહોતો કરવાનો, પણ મારી આર્થિક સ્થિતિ ઘણી વિકટ છે. બાળકો અન્ન વગર રુએ છે, એટલે તમારાં ભાભીએ આ અરજી કરવા દબાણ કર્યું છે. તમે મારાં ભાભીઓની વાત ટાળી નહિ શકતા હો એ જ રીતે હું તમારી ભાભીની વાત ટાળી શકયો નથી. એટલે આ અરજી પર ધ્યાન આપી મને માસિક પેન્શન બાંધી આપવાની ગોઠવણ કરશો, તો ઉપકૃત થઈશ. અમારાં બધાં ભાભીઓને અમારા બધાંના પ્રણામ.
લિ. સ્નેહાધીન
સુદામો.
જે અરજી કોઈ ચોક્કસ ખાતાના સચિવશ્રીને સંબોધીને કરવામાં આવી ન હોય અથવા જે અરજી શ્રીકૃષ્ણ મહારાજને સંબોધીને કરવામાં આવી હોય તેવી સઘળી અરજીઓ સૌ પ્રથમ ‘શ્રીકૃષ્ણ સચિવાલય’ના ‘સામાન્ય વહીવટ વિભાગ’માં પહોંચાડવાનો નિયમ હતો. તદનુસાર ઉક્ત અરજી શ્રીકૃષ્ણના સચિવાલયના ‘સામાન્ય વહીવટ વિભાગ’માં આવી. આ ખાતામાં અરજી પર નીચે પ્રમાણે નોંધ કરવામાં આવી :
‘ઉક્ત અરજી ક્યા ખાતા હસ્તક આવી શકે તે બાબત વિચારણા કરવાની જરૂર જણાય છે. મજકુર અરજદારનાં બાળકો અન્ન વગર રુએ છે, એવું અરજીમાં લખ્યું છે એટલે મંજૂર રહે તો અરજી ‘પુરવઠા વિભાગ’ને મોકલીએ.’ પોતાના ટેબલ પર આવેલી અરજીઓ અન્ય વિભાગને મોકલવાની દરખાસ્ત દ્વાપર-યુગના અધિકારીઓ પણ તુરત મંજૂર કરી દેતા. એટલે ઉક્ત અરજી ઉક્ત વિભાગમાંથી ઉક્ત વિભાગમાં આવી. અલબત્ત, આ વિભાગીય પ્રવાસ કરવામાં અરજીને થોડા દિવસો લાગ્યા.
પોતાના વિભાગમાં આવેલી અરજીઓને તુરત સ્પર્શ કરવાનું દ્વાપર-યુગમાં પણ નિષિદ્ધ હતું એટલે થોડો કાળ અરજી એમ જ પડી રહી. ‘પુરવઠા વિભાગ’માં અરજીઓનો પુરવઠો વધ્યો એટલે ‘પુરવઠા વિભાગ’ના અધિકારીએ ઉક્ત અરજી ગ્રહણ કરી. પલમાત્રમાં અરજી પર દષ્ટિપાત કરી લીધા પછી અરજીમાંના ‘સાંદિપનિ આશ્રમ’, ‘લેસન’ વગેરે શબ્દો ધ્યાનમાં લઈ ઉક્ત અધિકારીએ ઉક્ત અરજી પર નોંધ કરી : ‘અરજદારને શિક્ષણને લગતી સમસ્યા હોવાનું જણાય છે. નિકાલ અર્થે, મંજૂર રહે તો, ‘શિક્ષણવિભાગ’ને મોકલીએ.’ ‘શિક્ષણવિભાગ’માં ઉક્ત અરજીના નિવાસને થોડા દિવસ થયા એટલે એ વિભાગના અધિકારીએ ‘સાંદીપનિ આશ્રમ’ વાંચી, બુનિયાદી આશ્રમશાળાઓનો હવાલો સંભાળતા કારકુનને ઉક્ત અરજી માર્ક કરી. ઉક્ત કારકુને ‘સાંદીપનિ’ આશ્રમ નામની કોઈ બુનિયાદી શાળા છે કે કેમ, અને આ શાળા ગ્રાન્ટમાન્ય છે કે કેમ તથા ઉક્ત શાળાને છેલ્લી ગ્રાન્ટ ક્યારે ચૂકવાયેલી વગેરે માહિતી માટે ઉક્ત અરજી ‘શિક્ષણવિભાગ’ નીચે ચાલતા ‘બુનિયાદી શિક્ષણબોર્ડ’ને મોકલી. અરજીના હાંસિયાના લખાણને આધારે ‘સાંદિપનિ આશ્રમ’ નામની કોઈ ગ્રાન્ટમાન્ય બુનિયાદી શાળા છે કે કેમ તેની ચકાસણી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. આવી કોઈ બુનિયાદી શાળા બોર્ડમાં રજિસ્ટર થયેલી નથી એવી નોંધ સાથે ઉક્ત અરજી ‘શિક્ષણવિભાગ’ને પરત મોકલવામાં આવી.
ઉક્ત અરજી પર પૂરતા શેરા થઈ ગયા છે એમ લાગતાં હવે ઉક્ત અરજી ક્યા વિભાગને મોકલવી યોગ્ય છે તે બાબતનો ‘શિક્ષણવિભાગ’માં શૈક્ષણિક દષ્ટિથી વિચાર કરવમાં આવ્યો. અરજી પર નખશિખ દષ્ટિ કરતાં (એટલે કે એક દષ્ટિ ઉપર, એક દષ્ટિ મધ્યે અને એક દષ્ટિ અંતે કરતાં) અધિકારીની નજરે ‘લાકડાં ફાડવાં’ શબ્દો પડ્યા એટલે અરજી જંગલખાતાને મોકલવાનું ઠરાવાયું. અરજદાર જંગલમાં લાકડાં ફાડવા જતો એવું અરજીમાં લખવામાં આવ્યું હતું એટલે ‘જંગલવિભાગ’માં અરજી પર આ પ્રમાણે નોંધ કરવામાં આવી : ‘અરજદાર જંગલમાં લાકડાં ફાડવા જતો એવું માલૂમ પડે છે. આ માટે એણે પરવાનગી લીધી હતી કે કેમ તે તપાસવું જરૂરી બને છે. દરમિયાન ‘કાયદાવિભાગ’નો અભિપ્રાય પણ મેળવીએ.’ સુદામાજીની અરજી કાયદાવિભાગમાં પહોંચી. કાયદાખાતાએ આ પ્રમાણેનો શેરો કરી ઉક્ત અરજી જંગલખાતાને પાછી મોકલી : ‘ગેરકાયદે જંગલ કાપવા અંગેના કાયદાઓ તદ્દન સ્પષ્ટ છે. આ કાયદાઓ અન્વયે યોગ્ય કાર્યવાહી કરવી.’
સુદામાની અરજી અંગે યોગ્ય કાર્યવાહી કરતાં પહેલાં ‘ગૃહવિભાગ’નો અભિપ્રાય મેળવવાનું ‘જંગલવિભાગ’ને યોગ્ય લાગ્યું. ‘ગૃહવિભાગ’ના અધિકારીની નજરે ‘લાકડાં ફાડવાં’ ઉપરાંત ‘પેન્શન’ શબ્દ પણ પડ્યો એટલે આ વિભાગમાં આ પ્રમાણે નોંધ થઈ : ‘જંગલવિભાગ’ તરફથી લાકડાં ફાડવા માટે કાયમી ધોરણે મજૂરો રાખવામાં આવ્યા હોય તો એવા કોઈ મજૂરનો આ પેન્શન-કેસ હોઈ શકે. યોગ્ય કરવું.’ જંગલખાતા તરફથી આવા કોઈ મજૂરો કાયમી ધોરણે રાખવામાં આવતા નહોતા; તેમ છતાં દૂરના ભૂતકાળમાં આવી કોઈ પ્રથા અમલમાં હતી કે કેમ તે નક્કી કરવા ‘સામાન્ય વહીવટ વિભાગ’ને આ કેસ પરત સોંપવાનું ‘જંગલવિભાગ’ને જરૂરી જણાયું. દૂરના ભૂતકાળમાં આવી કોઈ પ્રથા હોવાનું માલૂમ પડતું ન હોવાનો ‘સામાન્ય વહિવટ વિભાગ’નો સામાન્ય અભિપ્રાય થયો તેમ છતાં પેન્શન માટેની અરજી શ્રીકૃષ્ણચંદ્ર મહારાજ પર અંગત ધોરણે થઈ હોવાનું એક અધિકારીના ધ્યાનમાં આવતાં શ્રીકૃષ્ણચંદ્ર મહારાજની ‘ધર્મપુનઃસ્થાપન પેન્શન યોજના’ અન્વયે મજકુર અરજીકર્તાને પેન્શન આપી શકાય તેમ છે કે કેમ તે અંગે ‘નાણાવિભાગ’નો અભિપ્રાય મેળવવાનું યોગ્ય ગણાશે એવી ભલામણ સાથે ઉક્ત અરજી ‘નાણાવિભાગ’ને મોકલવામાં આવી. સુદામાજીની અરજી આ રીતે વિવિધ વિભાગોની વિચારણા હેઠળ હોઈ સમગ્ર કાર્યવાહીમાં ઘણો વિલંબ થયો. શ્રીકૃષ્ણ તરફથી કશો જવાબ ન મળવાને કારણે સુદામાની પત્નીએ શ્રીકૃષ્ણને મળવા રૂબરૂ જવાનું સુદામા પર દબાણ કર્યું એટલે સુદામાજી તાંદુલ લઈને રૂબરૂ ગયા. આ પછીની કથા તો જાણીતી છે.
નોંધ : સુદામાજી શ્રીકૃષ્ણને મળવા તાંદુલ લઈને ગયા પછી પોતાના કામ માટે સરકારી કચેરીમાં ‘તાંદુલ’ લઈને જવાની પ્રથા કળિયુગમાં અસ્તિત્વમાં આવી. કેટલાક સરકારી અધિકારીઓ પોતાની પાસે આવનાર સુદામાને ન ઓળખતા હોય એ બનવાજોગ છે, પણ ‘તાંદુલ’ને તો ઓળખતા જ હોય છે !

મલ્ટિનેશનલ કંપનીઓને પત્ર – મૃગેશ શાહ

[ આજે શિક્ષણનો એક માત્ર ઉદ્દેશ ‘નોકરી’ મેળવવાનો થઈ ગયો છે. એ પણ અમુક જ પ્રકારની ‘નોકરી’ ! શિક્ષિત લોકો પોતાની સર્જનાત્મકતાને ભૂલીને એમ માનવા લાગ્યા છે કે આપણો ઉદ્ધાર એકમાત્ર મલ્ટિનેશનલ કંપનીઓ કરી શકશે. આ પત્રમાં તેને વ્યંગાત્મક રીતે વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો છે. અહીં ભાવ જાણે ગોપીઓને મૂકીને શ્રીકૃષ્ણ અંતર્ધાન થઈ ગયા હોય તેવો છે. જેમ ગોપીઓ શ્રીકૃષ્ણને પ્રગટ થવા વિનંતી કરે છે, તેમ અહીં એક આમ નોકરિયાત મલ્ટિનેશનલ કંપનીને પોતાનો ઉદ્ધાર કરવા વિનવે છે.]

માનનીય શ્રી મલ્ટિનેશનલ કંપનીઓ,
આપને કોટિ કોટિ પ્રણામ. ઘણા સમયથી અમારા આંગણે આપનું આગમન થયું નથી, તો અમારી નમ્ર વિનંતીનો સ્વીકાર કરીને આપ અમારે ત્યાં સત્વરે પધારશો. આપને કદાચ અહેસાસ નથી કે અમારા મનમાં આપનું શું સ્થાન છે ! અમારા હૃદયની સંવેદનાઓ આપ સુધી પહોંચે એ માટે જ આ પત્ર આપને પાઠવ્યો છે. અમને આશા છે કે અમારા મનની આ વ્યથાને જાણીને આપ તુરંત અમારે દ્વારે દોડી આવશો….!
નાનપણથી અમને જે મોટી-મોટી ડિગ્રીઓ મેળવવાનું કહેવામાં આવે છે એનું અંતિમ લક્ષ્ય તમારું શરણું સ્વીકારવાનું જ હોય છે. તમારે ત્યાં નોકરી મેળવનાર પાસે તો ઈન્દ્રલોકનું પદ પણ તુચ્છ છે ! અમારા બધા અભ્યાસક્રમો અગાઉથી તમારી જરૂરિયાત પ્રમાણે ઘડવામાં આવે છે. ભલે અમે ‘એમ.બી.એ’,‘સી.એ.’ કે એન્જિનિયર કહેવાઈએ પરંતુ જો તમારી છત્રછાયા ન સાંપડે તો અમારાથી શેક્યો પાપડ પણ ભાંગી શકાય તેમ નથી ! આકર્ષક પગાર-પૅકેજ સામે જોતાં અમે રાત-દિવસ આપના ખ્યાલોમાં ડૂબેલાં રહીએ છીએ. તમે અમારો હાથ નહીં પકડો તો કોણ પકડશે ? તમે એક માત્ર અમારી ગતિ છો. આ જન્મમાં બીજું કંઈ મળે ન મળે, પણ જેને તમારું શરણું મળે છે, એ તો તરી જ જાય છે.
અમે સાંભળ્યું છે કે આપ જ્યાં જાઓ છો ત્યાં બધા ન્યાલ થઈ જાય છે. આપની પ્રતિક્ષામાં અમે બે-બે માસ્ટર ડિગ્રીઓ લઈને બેસી રહ્યાં છીએ ! આપના દ્વારા મળતી વિશેષ સવલતો વિશે એટલું બધું સાંભળ્યું છે કે જાતે કશું કરવાની ઈચ્છા જ નથી થતી. અમારી સ્થિતિ તો અહલ્યા જેવી છે, એક માત્ર આપની ચરણરજ દ્વારા જ અમારો ઉદ્ધાર થઈ શકે છે. જો આપનાં પાવન પગલાં અમારે ત્યાં ન થવાના હોય તો પછી આ બધી ડિગ્રીઓનો અર્થ જ શું છે ? અમે તો અમારી રીતે કશું કરી શકીએ તેમ નથી. અમને તો એમ શિખવવામાં આવ્યું છે કે ‘મલ્ટિનેશનલ કંપની જ તમારું લક્ષ્ય છે…..’ આપ સાક્ષાત અભયનું સ્વરૂપ છો. બિઝનેસમાં તો અનેક ભયસ્થાનો છે. અમારા માટે તો એ ભવસાગરમાંથી પાર ઉતરવા સમાન કઠિન છે. એ તો જાણે યોગનો માર્ગ છે ! અમને તો તમારો ‘બેઠા પગારવાળો’ આકર્ષક માર્ગ જ વધુ પસંદ છે. એમાં અમને સહેજેય ભય નથી. આપનું શરણ લેનારને વળી ભય શાનો ?
અમે તમારા માટે ઘર-પરિવાર બધું જ છોડી દેવા તૈયાર છીએ. તમે કહેશો ત્યાં જૉબ કરીશું. તમે જ્યાં જગ્યા આપશો ત્યાં પડ્યા રહીશું. આપનું જો સાંનિધ્ય પ્રાપ્ત થતું હોય તો બે દિવસનો ટાઢો ભાત ખાવો પડે તો પણ અમને વાંધો નથી. અમે આપની ચોવીસે કલાક સેવા કરીશું. ભલે ને તમારા ઓફિસના નવ કલાક હોય. અમે તો એ પછી પણ મોબાઈલ અને લેપટોપ વડે આપનું જ કામ કરતાં રહીશું. આપના સ્મરણ વિના એક ક્ષણ વ્યર્થ નહીં જવા દઈએ. અમને ખબર છે કે ઘરકામ જેવી તુચ્છ બાબતો આ વિરાટ કાર્યમાં વિધ્નરૂપ બનવાની છે, પરંતુ અમે એ માટે પહેલેથી જ એટલા સજ્જ છીએ કે આપને ફરિયાદનો એક મોકો નહીં આપીએ. આખરે દુનિયાના બધા સંબંધો એક પ્રકારની મોહમાયા જ છે ને ? તો પછી એનાથી દૂર શું અને નજીક શું ? શરણ તો એકમાત્ર આપનું છે, જે જીવનભર સાથ નિભાવનારું છે. સામાન્યજનો સંયુક્ત કુટુંબો છોડી શકતાં નથી, પરંતુ જે આપનું શરણ લે છે, તે વિના કોઈ વિધ્ને સરળતાથી કુટુંબ બહાર પગ મૂકી શકે છે.
વિકાસની જે વ્યાખ્યા આ જગતમાં આપે લોકો સમક્ષ મૂકી છે તેવી અગાઉ કોઈએ મૂકી નથી. આપના સાંનિધ્યથી જ લોકોને સમજાયું છે કે હવાઈયાત્રા, લકઝરી કાર, ટૂરિસ્ટ પેકેજો અને મોંઘીદાટ વસ્તુઓ જીવનમાં કેટલી બધી અગત્યની છે ! એના વિનાનું તો જીવન તે કાંઈ જીવન છે ? દર રવિવારે ‘શૉપિંગ’ કરવાનો આપે જે મહામંત્ર આપ્યો છે એનાથી આખા જગતનાં કેટલાંય દુઃખો જાણે નામશેષ થઈ ગયાં છે. દસ રૂપિયાની વસ્તુ માટે હજાર રૂપિયા ખર્ચવાનો આનંદ કેવો હોય તે આ જગતના પામર મનુષ્યો શું આપનું શરણું સ્વીકાર્યા વગર જાણી શક્યા હોત ? આપની એક જાદુઈ લાકડી ફરે છે અને ઘરની ચીજવસ્તુઓ બદલાવા માંડે છે. ટીવીમાંથી પ્લાઝમા ટીવી, મોબાઈલમાંથી આઈફોન, એ.સી.માંથી સ્પ્લિટ એ.સી. – એ બધો વિકાસ આપને આભારી છે. ભલે અમે બધી વસ્તુઓ વાપરીએ કે ન વાપરીએ પરંતુ અમારી પાસે બધું જ છે એવું ગર્વ સાથે કહી તો શકીએ છીએ ને ! તમારા પ્રતાપે તો અમે હજારોના હપ્તાઓ હસતાં હસતાં ભરી શકીએ છીએ. તમારા તપના પ્રભાવે તો અમે ત્રણ-ત્રણ માળ ચણી લીધા છે. અમારા સંતાનોની ભાવી પેઢીઓ તમારી સેવા કરી શકે એ માટે અમે અત્યારથી જ તેઓને મોંઘીદાટ સ્કૂલોમાં મોકલી દીધાં છે. આખરે તમારું ઋણ ભૂલાવું ન જોઈએ !
આપનું નામ જ કેટલું પાવનકારી છે ! આપના નામનો ઉલ્લેખ કરતાંની સાથે અમને લોન મળી જાય છે. ક્રેડિટ-કાર્ડ આપનારી બેંકો અમારા પગમાં આળોટતી થઈ જાય છે. મોંઘીદાટ કાર વેચનારી કંપનીઓ અમને રોજ ફોન કરે છે. લગ્ન ન થતાં હોય તો લગ્ન તાત્કાલિક ગોઠવાઈ જાય છે. ઈન્સ્યોરન્સ કંપનીઓ અમારી આગળ પાછળ ફરતી થઈ જાય છે. આ સુખ માટે તો હજારો દુઃખો મુબારક છે ! ઘણાં એમ કહે છે કે મલ્ટિનેશનલ કંપનીઓમાં ખૂબ પોલિટિક્સ રમાય છે અને ઘણી તાણ સહન કરવી પડે છે, પરંતુ અમે કહીએ છીએ કે કશુંક મેળવવા માટે કશુંક તો સહન કરવું જ પડે ને ? માણસની સહનશક્તિની સાચી કસોટી તો તમારે ત્યાં જ થાય છે. વળી, સંવેદનશીલ માણસને આપ બાયપાસ સુધીની તબીબી સુવિધાઓ એ માટે જ તો આપો છો ! કેવું આપનું આગોતરું આયોજન છે ! આપના આયોજનને આ સૃષ્ટિના બ્રહ્મા પણ સમજી શકે તેમ નથી. બિચારા નોકરીયાતનું તો શું ગજું ? જે આપનો પાલવ પકડી લે છે તે ધીમે ધીમે લાગણી, સંવેદના, ઋજુતા અને કરુણા જેવા ફાલતું ગુણોથી મુક્ત થઈ જાય છે. તેને માટે જગતના બધા જ મનુષ્યો સમાન થઈ જાય છે. તે જેવો વ્યવહાર બહારના લોકો સાથે કરે છે તેવો જ વ્યવહાર ઘરના લોકો સાથે કરે છે. બહુધા તે મૌન પાળે છે કારણ કે તેને બોલવા માટે સમય જ બચતો નથી. સવારથી રાત સુધી માત્ર આપની સેવામાં લાગી જનારને વળી સૂર્યોદય કેવો અને સૂર્યાસ્ત કેવો ? આઠ લાખનું આપનું પેકેજ ભલભલા સર્જનાત્મક લોકોની સર્જનાત્મકતાને ખતમ કરી નાખે છે. તેઓ પણ આ અભયપદનો સ્વાદ ચાખીને આપનું શરણું ગ્રહી લે છે. ‘સિક્યોરીટી’ અને ‘સ્ટેબિલિટી’ નામના જે બે શબ્દોને આપે જન્મ આપ્યો છે, એ તો આજના યુગના જાણે શીલાલેખ સમાન બની ગયા છે. આપનું એક ચરણ ‘સિક્યોરીટી’ આપે છે તો બીજું ચરણ ‘સ્ટેબિલિટી’ આપે છે.
આપને ખબર જ નથી કે અમારા મનમાં આપની માટે કેટલો અહોભાવ છે ! અમે આપના દ્વારા બનેલી લગભગ દરેક ચીજવસ્તુઓ વાપરીએ છીએ. વસ્ત્રો પણ આપને ત્યાંના જ પહેરવાનો આગ્રહ રાખીએ છીએ. શેરીના નાકે મળતી દુકાનમાંથી કરિયાણું ખરીદીએ તો આપની સેવા શી રીતે થઈ શકે ? એથી, જ્યાં આપની અમીદષ્ટિ ફેલાયેલી હોય તેવી જગ્યાએથી જ ઘરવપરાશની ચીજવસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખીએ છીએ. ટીવીમાં જે કોઈ નવી વસ્તુ જોવા મળે તે બીજે દિવસે આપના પ્રભાવથી ખરીદી લઈએ છીએ. બાળકોમાં આ ગુણ વિકસે એ માટે સતત સાવધાન રહીએ છીએ. એમને વારસામાં આપવા માટે બંગલો, ગાડી અને ફાર્મહાઉસથી મૂલ્યવાન બીજું શું હોઈ શકે ? એમનાં લગ્નપ્રસંગો વધુ ને વધુ ખર્ચાળ અને આધુનિક શી રીતે કરી શકાય એ માટે અમે સતત ચિંતિત રહીએ છીએ. એ બાબતમાં તો અમે આપની વિશેષ કૃપાદષ્ટિ ઈચ્છીએ છીએ. અમે બાળકોને મોંઘામાં મોંઘી ચીજવસ્તુઓ લાવી આપીને કહીએ છીએ કે ‘જો આ પ્રકારનું ઉચ્ચ જીવન(!) જીવવું હોય તો મલ્ટિનેશનલ કંપનીઓનું શરણ ગ્રહી લો….’ હજુ કળિયુગનો પ્રભાવ ઓછો છે તેથી તેઓ માની જાય છે અને વધુ ને વધુ ટકા લાવીને આપના માર્ગે શી રીતે પ્રયાણ કરી શકાય, તે સતત અમને પૂછતા રહે છે.
માત્ર આપના માટે અમે કેટલો ભોગ આપ્યો છે એનો આપને સહેજેય અંદાજ હશે ખરો ? અગાઉ દરરોજ મિત્રોની ઘરે જતાં હતાં, જે અમે સદંતર બંધ કરી દીધું છે. બાળકોને રોજ રાત્રે વાર્તાઓ કહેવાની જૂનવાણી પદ્ધતિ બંધ કરીને અમે તેઓને કમ્પ્યૂટર લાવી આપ્યું છે. મહેમાનોને શક્ય એટલું દૂર રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. પત્નીને ઘરના કંટાળાજનક કામોમાંથી મુક્ત કરીને આપના ચરણોની દાસી બની શકે તેવું વાતાવરણ પૂરું પાડ્યું છે. અમે તો તન, મનથી કેવળ આપને જ સમર્પિત છીએ, જેથી અમને આપનું ધન નિયમિત પ્રાપ્ત થતું રહે. ‘હવે તહેવારો પહેલાં જેવા નથી રહ્યાં’ એમ બોલી-બોલીને અમે કોઈ તહેવારો ઉજવતાં નથી. દિવસ-રાત કેવળ આપનું રટણ કર્યા કરીએ છીએ. અમે તો એમ જ માનીને ચાલીએ છીએ કે આપની આખી કંપની કેવળ અમારા થકી જ ચાલે છે ! કહો, આટલો આત્મીયભાવ આપને ક્યાંયથી મળ્યો છે ખરો ? આપની સેવા કરતાં કોઈના શ્રીમંત, ચૌલ-સંસ્કાર, લગ્નપ્રસંગ કે મરણમાં ન જઈ શકાય તો જરાય અફસોસ થતો નથી. આખરે અમારું જીવન તો કેવળ આપના માટે જ છે ને ? જ્યારે અમે તમારી શરણમાં નહોતાં ત્યારે સાંજે છ વાગ્યે છૂટીને ઘરે જઈને હિંચકે બેઠાં-બેઠાં પરિવાર સાથે આઈસ્ક્રીમ ખાતાં હતાં. મોજમજા કરતાં પડોશીઓ સાથે ગપ્પાં મારતાં હતાં. પરંતુ જ્યારથી આપનું સાંનિધ્ય સાંપડ્યું છે ત્યારથી અમને સત્ય સમજાયું છે કે એ બધું ‘ટાઈમ વેસ્ટ’ હતું. આપે વિકાસની વ્યાખ્યા સમજાવી એ પછી તો અમે એ બધું ક્યારનુંય છોડી દીધું છે. હવે અમને એ તરફ જોવાની પણ ફુરસદ નથી.
હજી તો અમારી આંખોમાં કેટલા બધાં સપનાં અંજાયેલાં છે ! બાળકો માટે નવું લેપટોપ ખરીદવાનું છે. પરિવાર સાથે સિંગાપોરની જાત્રા (!) કરવાની છે. તમને તો ખબર જ હશે ને કે આઈફોન-4 પણ આવી ગયો છે ! સગાં-વહાલાંઓ હવે અમારી કારને ‘ખટારો’ કહે છે ! તમારી હયાતીમાં આવું અમે કેવી રીતે સાંભળી લઈએ ? પેલાં નવાં નીકળેલાં ડિજિટલ આલ્બમ અને કેમકોર્ડર અમે નહીં લઈએ તો કોણ લેશે ? ઘણીવાર તો એમ થાય છે કે આ બે રૂમના ફલેટને વેચીને પેન્ટહાઉસ લઈ લઈએ. શું થાય ? સ્ટેટ્સ પ્રમાણે તો રહેવું જોઈએ ને ! બાળકોને સમરકેમ્પમાં આ વખતે શિકાગો મોકલવાં છે. અમે તો એકમાત્ર તમારું નામ દઈને આ સઘળા સંઘર્ષોમાં ઝંપલાવતા રહીએ છીએ. આપના ભરોસે પાર થઈશું જ એવી અમને શ્રદ્ધા છે.
આ ભવસાગરમાં તમે આમ અમને મઝધારમાં છોડીને ચાલ્યા જશો તો અમે કોનું શરણ ગ્રહીશું ? અમારા બાળકો કોના માટે ભણશે ? તેઓના એડમિશન માટે ડોનેશન ક્યાંથી લાવીશું ? અમારી લોનોના હપ્તા કોણ ભરશે ? દર રવિવારે મૉલમાં કોણ જશે ? તમારા વગર તો ફિલ્મો-પાર્ટી-ડાન્સ-શૉ ઠંડા પડી ગયા છે. ઘરમાં વસાવેલી આ બધી વસ્તુઓ અમે ‘અપડેટ’ નહીં કરીએ તો અમારું ઘર મ્યુઝિયમ બની જશે એવી અમને ચિંતા છે. એકમાત્ર તમારા સહારે તો અમે આ પથારો પાથર્યો છે ! હવે આમ તમે અમને છોડીને ચાલ્યા જાઓ એ કેમ ચાલે ? માટે….પ્લીઝ…. તમે આવો….. અમારો હાથ ઝાલો….. અમારી આ નમ્ર વિનંતીનો સ્વીકાર કરીને અમારે ત્યાં પધારો…..અમને ખાત્રી છે કે આ પત્ર દ્વારા તમે અમારી વ્યથા જાણ્યા પછી તુરંત અમારા દ્વારે દોડી આવશો…. અસ્તુ.
લિ.
આપનો પરમવિશ્વાસુ,
એક આમ નોકરિયાત !