VERY VERY FUNNY GUJARATI JOKES....
એક દિવસ રાજના પપ્પા એક રોબોટ લાવ્યા. જે ખોટું બોલો તો પકડી પાડતો હતો અને ખોટું બોલનારના ગાલ પર જોરદાર તમાચો લગાવતો.
રાજ સ્કૂલથી ઘરે મોડો આવ્યો હતો. પપ્પાએ પુછ્યું- ઘરે આવવામાં મોડું કેમ થઇ ગયું? રાજ- અમારી એક્સ્ટ્રા ક્લાસ હતી. રોબોટ અચાનક પોતાની જગ્યા પરથી કુદકો લગાવ્યો અને રાજને તમાચો માર્યો.
પપ્પા હસ્યાં અને બોલ્યા- આ રોબોટ ખોટું પકડી પાડે છે અને ખોટું બોલનારને તમાચો મારે છે. હવે સાચું બોલ, ક્યાં ગયો હતો?
રાજ- નાટક જોવા
પપ્પા- કયું નાટક ?
રાજ- હનુમાન… હજુ રાજ નાટક નું આખું નામ બોલે તે પહેલાં જ રોબોટે તમાચો માર્યો. પપ્પા- કઇ ફિલ્મ હતી?
રાજ- કાતિલ જવાની
પપ્પા- શરમ થવી જોઇએ. હું જ્યારે તારી ઉમરનો હતો ત્યારે આવી હરકતો નહતો કરતો. ત્યાં તો રોબોટે પપ્પાને પણ તમાચો ચોળી દીધો.
અંદરથી મમ્મી બોલી- તમારો દિકરો છે ને ખોટું જ બોલશે.
ત્યાં તો રોબોટે લગાવ્યો કુદકોને મમ્મીના ગાલ પર ચટાક….!!!
_____________________________________________________________________________
એક વાધ સિગારેટ પીવા જ જઇ રહ્યો હતો ત્યાં એક ઉંદર આવ્યો અને બોલ્યો- મારા ભાઇ છોડી દે નશો, આવ મારી સાથે અને જો આ જંગલ કેટલું સુંદર છે, આવ મારી સાથે દુનિયાને નિહાળ.
વાધે એ થોડોક વિચાર કર્યો અને પછી તે તેની સાથે દોડવા લાગ્યો.
આગળ હાથી અફીણ પી રહ્યો હતો. ઉંદર ફરીથી બોલ્યો- આવો મારી સાથે દુનિયાને નિહાળો.
હાથી પણ તેની સાથે દોડવા લાગ્યો.
આગળ સિંહ વ્હિસ્કી પી રહ્યો હતો. ઉંદરે એને પણ તેવું જ કહ્યું- સિંહે ગ્લાસ સાઇડમાં મુક્યો અને ઉંદરને પાંચ-છ ફડાકા ઠોકી દીધા.
હાથી બોલ્યો- અરે, આ તો આપણને જિંદગી તરફ લઇ જાય છે. શા માટે આ બિચારાને મારો છો?
સિંહ બોલ્યો- આ નાલાયકે ગઇ વખત પણ ભાંગ પીને મને ત્રણ કલાક સુધી જંગલમાં ફેરવ્યો હતો.
__________________________________________________________________________________
એક વાર એક સિંહ જંગલમાં ટાઇમ પાસ કરતો હતો.પહેલા તેણે સસલાને બોલાવ્યું અને કહ્યું ”અલ્યા સસલા જંગલનો રાજા કોણ ?”બિચારું સસલું કહે ”બાપુ તમેજ છો.”
થોડી વારમાં શિયાળ આવ્યું .તેણે પણ બોલાવ્યું.
સિંહ:”બોલ શિયાળ જંગલનો રાજા કોણ?”
શિયાળ:”રાજા તમેજ છોને.”
થોડીવાર માં હાથી તેની પત્ની સાથે ઝઘડો કરીને આવ્યો હતો.
સિંહ:”અલ્યા હાથીડા જંગલનો રાજા કોણ?”
હાથી તો ગરમ થયો ને સિંહ ને સૂંઢમાં લઈને ખેચીને ઝાડ સાથે પછાડ્યો .
થોડીવાર માં સિંહ તો લંગડાતો લંગડાતો આવ્યો ને બોલ્યો :”ભાઈ જવાબ ના
આવડે તો કઈ નહિ પણ આવું ના મરાય.કૈક કીડની બીડની ફેલ થઇ જાય .
–
by વત્સલ પટેલ .
________________________________________________________________________________
મનોજ: તુંમ રોજ બેંક કે આગે કયું સોતે હો?
સુરજ: ક્યોકી ઇધર સોને પે લોન મિલતા હૈ…
_______________________________________________________________________________
કનુઃ મારે ચાર દિકરા છે.
પહેલો એમબીએ છે
બીજો એમસીએ છે
ત્રીજો પીએચડી છે
ચોથો ચોર છે.
મનુઃ તો ચોરને ઘરમાંથી કાઢી કેમ નથી મૂકતો?
કનુઃ એ જ તો કમાય છે, બાકીના બેરોજગાર છે…
_______________________________________________________________________________
એક છોકરીને પાંચ કરોડ રૂપિયાની લોટરી લાગી હતી
કંપનીએ વિચાર્યું કે જો આ ઇનામ વિશે છોકરીને સીધુ કહીં દેશું તો કદાચ છોકરી ખુશીથી મરી જશે.
કંપનીએ આ કામ પપ્પુને સોંપ્યું કે છોકરીને આ ઇનામ વીશે એવી રીતે બતાવ કે જેથી છોકરી ખુશીથી ન મરે.
પપ્પુ છોકરી પાસે ગયો અને કહ્યું….
ઇમેજીન કરો કે તમને પાંચ કરોડની લોટરી લાગી છે તો તમે શું કરશો
છોકરી- હું તમારી સામે ડાન્સ કરીશ
તમને પ્રમે કરીશ
તમારી સાથે લગ્ન કરીશ
અને
અડધું ઇનામ તમને આપી દઇશ…
આ સંભળી પપ્પુ જ ખુશીનો માર્યો મરી ગયો…
_________________________________________________________________________________
છોકરી કોલેજ માં મોડી આવી એટલે સરે પૂછ્યું કે કેમ મોડી આવી ?
છોકરી કહે રસ્તામાં એક છોકરો મારો પીછો કરતો હતો.
પ્રોફેસર: એમાં તું કેવી રીતે મોડી થઇ ગઈ?
છોકરી: છોકરો બહુ ધીમું ચાલતો હતો એટલે.
_________________________________________________________________________________
બે ગપ્પીદાસ્સ વાતો કરતા હતા.
પહેલો ગપ્પીદાસ : મારા દાદા નું ઘર એટલું મોટું હતું કે એમાં વિશ્વ ના તમામ માણસો સમાઈ જાય.
બીજ્જો ગપ્પીદાસ: મારા દાદા જોડે એટલો લાંબો વાંસ હતો કે જયારે ઈચ્છે ત્યારે વાદળ હલાવીને વરસાદ પડી સકતા.
પહેલો ગપ્પીદાસ: તારા દાદા એ વાંસ ક્યાં રાખતા હતા?
બીજો ગપ્પીદાસ: તારા દાદા ના ઘર માં જ વળી. બીજે ક્યાં ?
__________________________________________________________________________________
Hey friends, If you like please put your comment, and if you like more..please join the site...
No comments:
Post a Comment